News of Wednesday, 1st October 2025
સ્વામી ચૈતન્યાનંદ દુબઈના શેખો માટે છોકરીઓની વ્યવસ્થા કરતો
દિલ્હીના ઢોંગી બાબા સ્વામી ચૈતન્યાનંદની વધુ એક કરતૂત સામે આવી ...ફિમેલ સ્ટુડન્ટ સાથેની ગંદી ચેટ વાયરલ

નવી દિલ્હી તા.૧: દિલ્હીમાં જાતે બની બેઠેલા ઢોંગી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની ધરપકડ બાદ વોટ્સએપ ચેટ્સ મળી આવી છે જેનાથી તેણે કરેલા શૌષણનો ભાંડો ફૂટ્યો છે. સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીએ એક વિદ્યાર્થીનીને એવી ઓફર કરી હતી કે દુબઈના શેખને સેક્સ પાર્ટનર ૅજોઈએ છે, તું તેની સાથે સુવા તૈયાર છે. જોકે વિદ્યાર્થીનીએ ઢોંગીની આ ગંદી ઓફર ફગાવી દીધી હતી.
૬૨ વર્ષીય ઢોંગી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે જે નીચે પ્રમાણે છે.
દિલ્હી બાબાઃ એક દુબઈ શેખ સેક્સ પાર્ટનર રાખવા માંગે છે, શું તારે કોઈ સારો ફ્રેન્ડ છે.
પીડિતઃ કોઈ નહીં હૈ (કોઈ નથી).
દિલ્હી બાબાઃ પણ આ રીતે શક્ય બની શકે
પીડિતઃ મને ખબર નથી.
દિલ્હી બાબાઃ તારી કોઈ જુનિયર ફ્રેન્ડ કે વિદ્યાર્થીની છે?
વોટ્સએપ ચેટમાં સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પીડિતાને સ્વીટી બેબી ડોટર ડોલ જેવા હલકટ શબ્દો વાપરી રહેલો પણ જોઈ શકાય છે. તે મોડી રાતે વિદ્યાર્થીઓને સંદેશ મોકલતો હતો.
ઉલ્લેખનીય છે કે ૧૭ વિદ્યાર્થીઓનું યૌન શૌષણ કરનાર સ્વામી ચૈતન્યનંદની રવિવારે સવારે ૩:૩૦ વાગ્યે આગ્રાના તાજગંજ વિસ્તારની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે લગભગ બે મહિનાથી ધરપકડથી બચી રહ્યો હતો, વૃંદાવન, મથુરા અને આગ્રા વચ્ચે ફરતો હતો, ઘણીવાર નાની હોટલોમાં રહેતો હતો અને શોધખોળથી બચવા માટે ટેક્સીઓનો ઉપયોગ કરતો હતો. તે ૨૭ સપ્ટેમ્બરના રોજ પાર્થ સારથી ઉપનામથી આગ્રા હોટેલમાં ગયો અને રૂમ નંબર ૧૦૧ માં રોકાયો. ધરપકડ દરમિયાન, પોલીસે એક આઈપેડ અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
