<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

પુતિન ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે : શિખર સંમેલનમાં ભાગ લેશે

ફેબ્રુઆરી 2022માં યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત હશે

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 5-6 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેઓ 23મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત હશે.

ભારત અને રશિયા વચ્ચે નોંધપાત્ર રાજદ્વારી ગતિવિધિઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને રશિયા બંને દેશો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતની તારીખો નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે. પુતિનની મુલાકાત 5-6 ડિસેમ્બરે થવાની સંભાવના છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ડિસેમ્બરમાં 23મી ભારત-રશિયા સમિટ માટે ભારતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત પહેલાં રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ પણ ભારતની મુલાકાત લઈ શકે છે. ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી પુતિનની આ પહેલી ભારતની મુલાકાત હશે.

 

(7:09 PM IST)