તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 1st October 2025
જે લોકોએ ભારત-પાકિસ્તાનની મેચ જોઈ તે દેશદ્રોહી છે : ઉદ્ધવ
એશિયા કપ પર ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી હોબાળોઃએશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચનું શિડ્યૂલ આવતા જ દેશના કેટલાય ભાગમાં બોયકોટ કરવાની માગ હતી

મુંબઈ,તા.૧
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ દુબઈમાં રમાયેલી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે લોકોએ આ મેચ જોઈ છે, તે દેશદ્રોહી છે. ઉદ્ધવે કહ્યું કે, મેં એક દેશભક્ત તરીકે આ મેચ નથી જોઈ. શિવસેના યુબીટી ચીફના આ નિવેદનથી દેશભક્તિને લઈને નવી ચર્ચા શરૃ થઈ ગઈ છે.
પહલગામ હુમલા બાદ ભારત સતત પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ રજૂ કરી રહ્યું છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચનું શિડ્યૂલ આવતા જ દેશના કેટલાય ભાગમાં બોયકોટ કરવાની માગ થવા લાગી હતી. શિવસેના સહિત વિપક્ષી પાર્ટી સતત આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરે છે, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, દેશભક્તિ ખાલી મેચ જોવા સુધી મર્યાદિત ન હોવી જોઈએ, તેમણે કહ્યું કે, દેશહિતમાં યોગ્ય સમય પર એક્ટિવ થવું સાચી દેશભક્તિ છે. મહારાષ્ટ્રમાં પૂર અને ખેડૂતોના મુદ્દા પર તેમણે રાજ્ય સરકાર પર ટાર્ગેટ કર્યો. તેમણે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રી પાસે મહારાષ્ટ્રને પૂરથી બચાવવાનો કોઈ પ્લાન નથી. તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્ય સરકાર ખાલી પોતાના બ્રાન્ડિંગમાં વ્યસ્ત છે. ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો કે મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર વિખૂટા પડેલા દેખાઈ રહ્યા છે.
શિવસેના યુબીટી ચીફે કેન્દ્રની મોદી સરકાર પર મહારાષ્ટ્રને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે ચાર પાંચ દિવસ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. ત્યાંથી જાણવા મળ્યું કે તેઓ પ્રધાનમંત્રીના પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છે. બિહારમાં ચૂંટણી છે અને પ્રધાનમંત્રી ત્યાં દરેક મહિલાને ૧૦,૦૦૦ રૃપિયા આપ્યા છે. મહારાષ્ટ્ર સંકટમાં છે અને બિહારમાં ચૂંટણી છે, એટલા માટે તમે બિહાર તરફ જોઈ રહ્યા છો અને મહારાષ્ટ્રને નજરઅંદાજ કરી રહ્યા છે. આ મહારાષ્ટ્ર સાથે હડાહડ અન્યાય છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
