<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

મુંબઈના શિપિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ૩૨૫ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ સપાટી પર

આરોપી કંપનીઓએ શિપિંગ કામગીરીમાં ખાતરીપૂર્વકના નફા સાથે રોકાણની ઓફર કરી !!

મુંબઈના શિપિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ૩૨૫ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ સપાટી પર આવ્યું છે. રૂષભ સી લિન્ક એન્ડ લોજિસ્ટિક્સના ડિરેક્ટર વિશાલ મહેતાએ આ અંગે ફરિયાદ દાખલ કરી છે, જેના પગલે મુંબઈ પોલીસનું આર્થિક ગુના વિંગ (ઈઓડબલ્યુ) આ મામલે તપાસ કરી રહ્યું છે.

  મહેતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કંપનીઓએ શિપિંગ કામગીરીમાં ખાતરીપૂર્વકના નફા સાથે રોકાણની ઓફર કરી હતી. શરૂઆતમાં વ્યવહારો સરળતાથી થયા હતા, પરંતુ બાદમાં શંકાસ્પદ કોન્ટ્રાક્ટ અને સોદા દ્વારા મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે.
આ કેસ 'લીલા મોમ્બાસા' અને ’એક્સએકસએચ–૨’ નામના બે જહાજોની આસપાસ કેન્દ્રિત છે, જેમાં માલસામાનના વિલંબ અને માર્ગ બદલવાને કારણે ૨૯૦ કરોડ રૂપિયાથી વધુનો કાર્ગો ફસાયેલો છે.

 


 

(12:44 AM IST)