હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 2nd October 2025
કતાર પરના હુમલાને અમેરિકાની સુરક્ષા માટે ખતરો ગણવામાં આવશે: યુએસ અને કતાર વચ્ચે કરાર
ઇઝરાયલે કતારની રાજધાની દોહા પર તાજેતરમાં કરેલા બોમ્બમારાના પગલે કતારને યુએસ તરફથી સૈન્ય સહાયનું આ દુર્લભ વચન મળ્યું

યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) અને કતાર વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે મુજબ કતાર પરનો કોઈ પણ સશસ્ત્ર હુમલો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની શાંતિ અને સુરક્ષા માટેનો ખતરો ગણવામાં આવશે.
આ અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ (એક્ઝિક્યુટિવ ઓર્ડર) પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશમાં જણાવાયું છે કે જો કતારના પ્રદેશ, સાર્વભૌમત્વ અથવા મહત્ત્વપૂર્ણ માળખા પર આવો કોઈ હુમલો થાય, તો
યુએસ તેના અને કતારના હિતોની રક્ષા માટે તમામ કાયદેસર અને યોગ્ય પગલાં –જેમાં રાજદ્વારી, આર્થિક અને જો જરૂરી હોય તો સૈન્ય પગલાંનો સમાવેશ થાય છે
ઇઝરાયલે કતારની રાજધાની દોહા પર તાજેતરમાં કરેલા બોમ્બમારાના પગલે કતારને યુએસ તરફથી સૈન્ય સહાયનું આ દુર્લભ વચન મળ્યું છે.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
