News of Thursday, 2nd October 2025
ભાવનગરનાં ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં શનિવારથી પૂ. મોરારીબાપુની શ્રીરામકથા
દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશેઃ તૈયારીઓને આખરી ઓપ

પ્રથમ તસ્વીરમાં શ્રી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર શ્રી રામ કથાનું આમંત્રણ કાર્ડ બીજી અને ત્રીજી તસ્વીરમા બરસાના ખાતે તાજેતરમાં યોજાયેલ શ્રી રામકથાની તસ્વીરી ઝલક
રાજકોટ, તા. રઃ ભાવનગરના શ્રી ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં તા. ૪ ને શનીવારથી તા. ૧ર ને રવિવાર સુધી પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૪ ને શનીવારે સાંજે ૪ વાગ્યે શ્રી રામકથાનો પ્રારંભ થશે. અને પ્રથમ દિવસે સાંજના ૭ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે. ત્યારબાદ તા. પ ને રવિવારથી તા. ૧ર ને રવિવાર સુધી દરરોજ સવારે ૯:૩૦ થી બપોરના ૧:૩૦ સુધી શ્રી રામકથાનું રસપાન કરાવશે.
કથા શ્રવણનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
બરસાના ખાતે કથા સમાપન
માતા રાધા રાણીના પવિત્ર ધામ બરસાના ખાતે આયોજિત ‘માનસ ગૌ સૂક્ત' નું ભાવપૂર્ણ સમાપન થયું હતું.
જેના કણકણમાં કળષ્ણ વસે છે, એવી વ્રજ ભૂમિ પ્રત્યે પૂજ્ય મોરારીબાપુનો લગાવ જગ પ્રસિદ્ધ છે.
વ્રજમંડલમાં શ્રી કળષ્ણ લીલાનાં પાંચ હજાર વર્ષ પછી પણ રાધા રાણીનું અદકેરું મહાત્મ્ય છે.
એવાં વ્રજના વાયુ મંડળમાં સ્થિત બરસાનાની આ પુણ્ય ભૂમિ, પ્રેમ ભૂમિ, કરુણા ભૂમિ પર ભગવાન કળષ્ણની આહ્લાદિની શક્તિ મા રાધાજીનું પ્રાકટય થયું હતું.
આ પાવન ધરા પર પૂજ્ય રમેશબાબાજીએ ગૌ સેવાની ધૂણી ધખાવી છે. એમના દ્વારા સ્થાપિત ગૌ શાળામાં ૬૫,૦૦૦ ગાયોની અવિરત સેવા થઈ રહી છે.
પૂજ્ય મોરારીબાપુએ રમેશબાબાના પ્રેમાગ્રહનો સ્વીકાર કરીને, ગૌ સેવાના આ મહા- યજ્ઞમાં આહૂતિ આપવા, કથા ગાન કરવાનું આમંત્રણ સ્વીકાર્યું. મહુવાના સુપુત્ર અને કાંદિવલી - મુંબઈમાં સ્થાયી થઇ, ‘વિણા ડેવલપર્સ' નામથી કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી હરેશભાઈ સંઘવી આ કથાના નિમિત્ત માત્ર મનોરથી છે.
ઉલ્લેખનીય છે કે શ્રી હરેશભાઈને અગાઉ પણ કથાના મનોરથી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે.
મહુવામાં ધર્મ પ્રેમી મહાનુભાવ તરીકે આદર અને સન્માન ધરાવતા હરેશભાઈ અનેક ધાર્મિક સેવાના પ્રકલ્પોમાં ઉદારતાથી સખાવત કરે છે. ત્રણેક દાયકા પહેલા, મહુવામાં શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન સંકીર્તન મંદિરની સ્થાપનામાં પણ એમનો સિંહ ફાળો રહ્યો છે. ગૌ સેવાને પરમ ધર્મ માનતા, જ્યાં અને જ્યારે તક મળે ત્યાં અને ત્યારે સેવા લાભ માટે તત્પર એવા સંઘવી પરિવાર દ્વારા આ કથા માટે તેમ જ ગૌ સેવા માટે પાંચ કરોડ ચાર લાખની વિશાળ ધનરાશિ અર્પણ થઈ છે. એમની પ્રેરણાથી, એમનાં મિત્ર વર્તુળ દ્વારા પણ દાન ઘોષિત થયું છે.
ચિત્રકૂટ ધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રુપે પૂજ્ય બાપુએ પાંચ લાખનું તુલસી પત્ર મૂકયા પછી વ્યાસપીઠના શ્રોતાઓ દ્વારા ગૌશાળા માટે દાનનો પ્રવાહ વહી રહ્યો છે.
કથા દરમિયાન પ્રસિદ્ધ ભાગવતાચાર્યો, વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ ગાદી પતિ પૂજ્યપાદ બાવા મહારાજશ્રીઓ, સનાતન ધર્મના અનેક પૂજ્ય ચરણ સંતો, મહંતો, આચાર્યશ્રીઓ, મહા મંડલેશ્વરો, જગદગુરુ શ્રી સતુઆ બાબાજી અને અન્ય નામી - અનામી મહાત્માઓની આશિર્વાદક ઉપસ્થિતિ રહી.
કથા દરમિયાન લોકસભાના સ્પીકર આદરણીય શ્રી ઓમ બિરલાજીએ તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સર્વોચ્ચ વડા આદરણીય શ્રી ભૈયાજી જોશીએ પણ વ્યાસપીઠની વંદના કરી, પૂજ્ય બાપુનું અભિવાદન કર્યું હતું. પૂજ્ય બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરીને તેમને ભાવપૂર્ણ આવકાર - સન્માન આપ્યાં હતાં.
પૂજ્ય બાપુના કુલ કથા ક્રમની ૯૬૩ મી પૂર્ણાંક કથા દરમિયાન, ચૈત્રી નવરાત્રિના પાવન પર્વનો મંગલારંભ થવો - એ પણ નવમા (સપ્ટેમ્બર) માસમાં, એને શુભ યોગાનુયોગ ગણી શકાય.
કથાના મનોરથી, ધર્મ સેવા, ગૌ સેવા અને સાધુ સેવાના વ્રત ધારી, ઉદાર દિલ, સૌજન્યશીલ છે એવા નિકુંજ અને હરેશભાઈ, શ્રીમતિ વીણાબેન અને સમગ્ર સંઘવી પરિવારને વંદન મહુવાના અમારા મનદીપ ભાઈ રજનીભાઈ વિનુભાઈ રૂપેશ ધોળકિયા એમની પૂરી ટીમ સૌનો આભાર સાથે જય સિયારામ ેતેમ નિલેશભાઇ વાવડીયા (સંગીતની દુનિયા-મહુવા)ની યાદીમાં જણાવાયુ છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
