તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Thursday, 2nd October 2025
જન્મદિને રામનાથ કોવિંદજી દિક્ષાભુમિ નાગપુરની મુલાકાતેઃ આત્મકથાનું ઓફિશ્યલ કવર જાહેરઃ

ઓખા, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી પોતાના જન્મદિવસના અવસરે ૧ બ્ણૂદ્દ ના કોવિંદજી એ નાગપુરની દિક્ષાભૂમિની મુલાકાત લીધી હતી. કોવિંદજીનો જન્મ ૧ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ પરાઉંખ, (ઉત્તર પ્રદેશ) ખાતે થયો હતો. જન્મ દિવસે કોવિંદજીએ તેમના ફેસબુક પેઈઝ ઉપર પોતાની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ધ ઈન્ડિયન રિપબ્લિક માય લાઈફ માય સ્ટ્રગલનું ઑફિશિયલ કવર જાહેર કર્યું છે. મોરારજી દેસાઈના પર્સનલ આસિસ્ટન્ટથી લઈને ભારતના રાષ્ટ્રપતિ બનવા સુધીની કોવિંદજીની સફર પ્રેરણાદાયક રહી છે. ખૂબ નાના પરિવારમાંથી આવતાં કોડી સમાજના શ્રી રામનાથ કોવિંદજી એક સાચા અર્થમાં દેશભક્ત છે, જેઓનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે. (આલાપ ભરતભાઈ બારાઈ)
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
