News of Thursday, 2nd October 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે
૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ-૧૦૫ ‘‘સત્યમાં રૂપ અવિભકત છે.સર્વવ્યાપી આત્મા તથા તમારૂ પોતાનું રૂપ અવિભકત છે. બન્નેને એ ચેતનાથી નિર્માણ બનેલા જાણો.''
તમે એ ચેતનાથી બનેલા છો એટલું જ ના જાણો પરંતુ પોતાની આજુબાજુની દરેક વસ્તુને પણ એ ચેતનાથી નિર્મિત જાણો. કારણ કે આવો અનુભવ કરવો તો ઘણો જ સરળ છે કે તમે એ ચેતનાથી બન્યા છો. એનાથી તમને મોટા અહંકારનો ભાવ થઇ શકે છે. અહંકારને એનાથી મોટો સંતોષ મળી શકે છે પરંતુ અનુભવ કરો કે બીજો પણ એ જ ચેતનાનો બનેલો છે તો પછી એક વિનમ્રતા બની જાય છે.
જયારે સર્વ કાંઇ દિવ્ય છે તો તમારૂ મન અહંકારી થઇ શકાતું નથી. જયારે બધું જ દિવ્ય છે તો તમે વિનમ્ર થઇ જાઓ છો. પછી તમારે કાંઇ હોવાનો, કાંઇ શ્રેષ્ઠ હોવાનો પ્રશ્ન રહેતો નથી, પછી આખું અસ્તિત્વ દિવ્ય થઇ જાય છે. અને તમે જયાં પણ જુઓ છો તો દિવ્ય ને જ જુઓ છો. જોવાવાળો દૃષ્ટા અને જોયેલું દૃશ્ય બન્ને દિવ્ય છે કારણ કે રૂપ વિભકત નથી. બધા રૂપોની પાછળ અરૂપ છુપાયેલા છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬(૩.૩)
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
