<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

બોલિવુડ અભિનેતા વિશાલ બ્રહ્માની ચેન્નાઈ એરપોર્ટ પરથી ધરપકડ : 40 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અસમ નિવાસી વિશાલ બ્રહ્મા જ્યારે સિંગાપુરની ફ્લાઈટથી ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચ્યો : અભિનેતાને નાઇજિરિયન ડ્રગ ગેંગ દ્વારા ડ્રગ હેરફેરમાં ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ

નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા વિશાલ બ્રહ્માની ચેન્નાઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાની પાસેથી 40 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

ટાઈગર શ્રોફ અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળનાર બોલિવુડ અભિનેતા બ્રહ્માની ચેન્નાઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ અભિનેતાની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર બ્રહ્માને સોમવારે ચેન્નાઈ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ પ્રતિબંધિત સામાન સાથે પકડ્યો હતો. તેની પાસે 40 કરોડ રુપિયાનું ડ્રગ્સ હતુ. 

રિપોર્ટ અનુસાર અસમ નિવાસી વિશાલ બ્રહ્મા જ્યારે સિંગાપુરની ફ્લાઈટથી ચેન્નાઈ એરપોર્ટ પર આવ્યો તો તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ડીઆરઆઈને ડ્રગ્સ મળ્યું છે. 

અભિનેતાને નાઇજિરિયન ડ્રગ ગેંગ દ્વારા ડ્રગ હેરફેરમાં ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ છે.રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 32 વર્ષીય વિશાલ બ્રહ્માને કંબોડિયામાં વેકેશન માટે લલચાવીને લાવવામાં આવ્યો હતો.  

રિપોર્ટ અનુસાર, તેને પરત ફરતી વખતે ડ્રગ્સથી ભરેલી ટ્રોલી બેગ સાથે રાખવાની સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓ હાલમાં આ પાછળ નાઇજિરિયન ગેંગની તપાસ કરી રહ્યા છે. 

વિશાલ બ્રહ્મા ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયાની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં સાથે ફિલ્મ બિહુ અટેકમાં પણ જોવા મળી ચૂક્યો છે.સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં વિશાલે શાનદાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને અનન્યા પાંડેને સ્ટાર બનાવી હતી. વિશાલને તેના અભિનય માટે ઘણી પ્રશંસા પણ મળી હતી.

(2:00 PM IST)