<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સસ્‍પેન્‍સનો અંત... શનિવારે ગુજરાત ભાજપને મળશે નવા પ્રમુખ

પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર : ગૃહમંત્રી શાહ, મુખ્‍યમંત્રી પટેલ સહિત ૨૫૦થી વધુ લોકો કરશે મતદાન : કાલથી શરૂ થશે ચૂંટણી પ્રક્રિયાઃ તા.૪ના રોજ મતદાન અને મતગણત્રીઃ OBC નેતા જગદીશ વિશ્‍વકર્મા નવા સુકાની નિશ્‍ચીતઃ કોબા-કમલમ ખાતે જોરશોરથી તૈયારી

 

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨: છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને ભારે સસ્‍પેન્‍સ જોવા મળી રહ્યું છે. ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે તે વિશે આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્‍સુક્‍તા જોવા મળી રહી છે અને તરેહ તરેહની અટકળો પણ થઇ રહી છે ત્‍યારે આ મામલે હવે મોટા અને મહત્‍વના સમાચાર સામે આવ્‍યા છે. રાજકીય વર્તુળોમાં પણ ગુજરાત બીજેપીનાં નવા પ્રદેશ પ્રમુખને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્‍યારે ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક ૪ એક્‍ટોબરે થઈ શકે છે. ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કમલમનાં -ાંગણમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ છે. ૪ ઓક્‍ટોબરના રોજ પ્રદેશ પ્રમુખની નિયુક્‍તિનો કાર્યક્રમ યોજાઈ શકે છે. પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠન મહામંત્રી રત્‍નાકર પણ ઉપસ્‍થિત રહ્યા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે.

પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. પહેલા મતદાર યાદીની જાહેર કરાઈ. ત્‍યારબાદ કમલમ ખાતે કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાામાં આવી છે. આગામી ૪ ઓક્‍ટોબરના રોજ કાર્યક્રમ યોજાશે. પ્રદેશ હોદ્દેદારો સાથે જિલ્લા કક્ષાથી આગેવાનો ઉપસ્‍થિત રહેશે. નવા નામની જાહેરાત તમામ આગેવાનોની સમક્ષ થઈ શકે છે.૪ ઓક્‍ટોબરે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશ. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. અમિત શાહ-ભૂપેન્‍દ્ર પટેલ સહિત ૨૫૦થી વધારે લોકો મતદાન કરશે; OBC નેતા બની શકે પ્રમુખ નવું જાણવા મળે છે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી  દ્વારા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે, જે અંતર્ગત આગામી ૪ ઓક્‍ટોબર, ૨૦૨૫ના રોજ નવા પ્રમુખની જાહેરાત થઈ શકે છે. કમલમ ખાતે આ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

પ્રદેશ ભાજપે પ્રમુખની ચૂંટણી માટે વિગતવાર કાર્યક્રમની જાહેરાત કરી છે, જેમાં મુખ્‍યત્‍વે બે દિવસની કાર્યવાહીનો સમાવેશ થાય છેઃ

ફોર્મ સ્‍વીકારવાની પ્રક્રિયા                    ૦૩-૧૦-૨૦૨૫, ફોર્મ ચકાસણી પ્રક્રિયા                         ૦૩-૧૦-૨૦૨૫, ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ૦૩-૧૦-૨૦૨૫, મતદાન પ્રક્રિયા ૦૪-૧૦-૨૦૨૫, મત ગણતરી અને જાહેરાત ૦૪-૧૦-૨૦૨૫.

 ચૂંટણી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીના પહેલા જ દિવસે એટલે કે ૦૩ ઓક્‍ટોબરે ફોર્મ ભરવાથી લઈને ફોર્મ પરત ખેંચવા સુધીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ અગાઉ, ચૂંટણી માટેની મતદાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે.

૪ ઓક્‍ટોબર, ૨૦૨૫ના રોજ યોજાનાર મતદાન, મત ગણતરી અને પરિણામની જાહેરાતના કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના હોદ્દેદારો સહિત જિલ્લા કક્ષાથી પણ મહત્ત્વના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, પાર્ટીના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તમામ આગેવાનોની હાજરીમાં જ નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. આ ચૂંટણી પ્રક્રિયા ગુજરાત ભાજપના સંગઠનમાં એક નવા અધ્‍યાયનો પ્રારંભ કરશે અને આગામી રાજકીય રણનીતિ માટે પાયો નાખશે.

વિશ્‍વાસપાત્ર વર્તુળોમાંથી મળતા નિર્દેશ મુજબ કેબીનેટ પ્રધાન અને કાર્યદક્ષ રીઝલ્‍ટ ઓરીએન્‍ટેડ ભાજપ અગ્રણી તરીકે જાણીતા શ્રી જગદીશ વિશ્‍વકર્માનું નામ મોખરે છે. તેઓ ઓબીસીમાંથી આવે છે. જયારે સાંસદ મયંક નાયકનું નામ પણ ચર્ચામાં દોડી રહ્યું છે.

અમદાવાદ અને ગાંધીનગર વચ્‍ચે કોબા સર્કલ નજીક આવેલ ભાજપ મધ્‍યસ્‍થી કાર્યાલય કમલમ ખાતે ભારે ધમધમાટ શરૂ થઇ ગયા છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ આવતી કાલે ઉમેદવારી પત્ર ભરાશે.

૪થી ઓકટોબર શનીવારે બે કેન્‍દ્રીય ચૂંટણી અધીકારીઓ સંભવતઃ દિલ્‍હીથી આવતો અને વિધિવત નવા પ્રદેશ ભાજપ પ્રમુખની જાહેરાત થઇ જશે તેમ મનાઇ રહ્યું છે.

સંભવતઃ ત્‍યારબાદ પોલીસ અકસરોની બદલીઃ અને પ્રધાનમંડળ પૂનઃરચનાની કાર્યવાહી તરત હાથ ધરાશે તેવી વળ બહાર આવી છે. (રર.૧૬)

(2:58 PM IST)