News of Thursday, 2nd October 2025
ભારતના યુવાનોમાં ડાયાબિટિસ વધતા કાર્યક્ષમતા ૧૫ વર્ષ ઘટી
૪૧ ટકા કર્મચારીઓમાં બી-૧૨ની ઉણપ, કાર્ય પર અસર : સરેરાશ દર ત્રણમાંથી એક કર્મચારી હાઇ સ્ટ્રેસનો ભોગ બન્યા, ૨૫ ટકા કર્મચારીઓ છ કલાકથી ઓછી ઉંઘ લે છે, હાર્ટ એટેકનું જોખમ

નવી દિલ્હી તા.૨: લૂપ હેલ્થ દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરાયેલા ઈન્ડિયા વર્કફોર્સ હેલ્થ ઈન્ડેક્સ ૨૦૨૫માં ભારતીય વ્યાવસાયિકોના સ્વાસ્થ્યમાં ચિંતાજનક વલણો જાહેર કરવામાં આવ્યા છે. લગભગ ૩૭ ટકા કર્મચારીઓને પ્રી-ડાયાબિટીસ અથવા ડાયાબિટીસનું જોખમ છે, જે દેખભાળ અને સમયસરની સારવારની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. માત્ર ૨૮ વર્ષની સરેરાશ વય સાથે ભારતનું કાર્યબળ વૈશ્વિક સ્તરે સૌથી યુવાન લોકોમાંનું એક છે, પરંતુ જાપાન અને સિંગાપોર જેવા દેશોના કાર્યબળની સરખામણીએ અહીં ૧૦-૧૫ વર્ષ વહેલી ક્રોનિક બીમારીઓ ઉભરી રહી છે. પરિણામે ઉત્પાદક કાર્ય જીવનમાં પંદરથી વીસ વર્ષના ઘટાડાનું જોખમ રહે છે જેનાથી ભારતનો ઉત્પાદક લાભ ઘટી શકે છે.
આઈટી, ઉત્પાદન, નાણાંકીય સેવા,, સ્વાસ્થ્ય સેવા તેમજ છુટક ક્ષેત્રના ૩,૩૪૭વ્યાવસાયિકોના બાયોમાર્કર પરીક્ષણો અને સર્વેક્ષણો પર આધારીત આ અભ્યાસ -મહત્વના કરે છે, અનુસાર મુદ્દાઓ ઉજાગર કરે છે ૩૭ ટકામાં અસામાન્ય ગ્લૂકોઝ મેટાબોલીઝમ, ૪૧ ટકામાં વિટામીન બી-૧૨ની કમી, ૩૪ ટકા શહેરી મહિલાઓમાં લોહતત્વની કમી, મુંબઈમાં ૮૨ ટકા મહિલાઓમાં સુરક્ષાત્મક એચડીએલ કોલેસ્ટરોલની કમી તેમજ એકતૃતીયાંશ મહિલાઓમાં ઉચ્ચ તણાવની ફરિયાદ અને ૨૫ ટકા મહિલાઓમાં છ કલાકથી ઓછી ઊંઘની ફરિયાદ જણાઈ હતી.
ઉદ્યોગ પણ વધુ જણયા હતા જેવા કે આઈટી વ્યાવસાયિકોમાં વિટામીન-ડીની ઓછપ તેમજ શારીરિક મુદ્રા સંબંધિત સમસ્યા, ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને તણાવ અને ઈજાના જોખમની સમસ્યા, નાણાંકીય સેવાના કર્મચારીઓને ગ્લૂકોઝની અનિયમિતતા તેમજ સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓને થકાન અને છૂટક કર્મચારીઓને લાંબો સમય સુધી કામ કરવાની તેમજ ભોજન સંબંધિત અનિયમિતતાની સમસ્યા નડી રહી હતી.
કોર્પોરેટ કલ્યાણ કાર્યક્રમો સામાન્યપણે વાર્ષિક સ્વાસ્થ્ય પરીક્ષણો સુધી સીમિત રહેતા હોય છે જેના પરિણામે તેમાં આવી બીમારીઓના પ્રારંભિક લક્ષણો ઓળખાતા નથી. વિશેષજ્ઞો ઉત્પાદકતાને થતા નુકસાન રોકવા સતત નિરીક્ષણ, વ્યક્તિગત દેખભાળ અને એકીકૃત સ્વાસ્થ્ય વ્યૂહરચનાની ભલામણ કરે છે. આઈટી ક્ષેત્રની અનેક અગ્રણી કંપનીઓ તેમના કલ્યાણ અભિયાનો વિસ્તારી રહી છે, જો કે આવા પ્રયાસો ખૂબ જ મર્યાદિત છે.(૩૮.૨૮)
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
