હવે બિસલેરી - કિનલે - એકવાફિનાને ટક્કર આપશે અંબાણી
હવે પાણીના વ્યવસાયમાં ઝંપલાવશે મુકેશ અંબાણી : રૂા.૩૦,૦૦૦ કરોડના પાણીના માર્કેટમાં ધુમ મચાવવા તૈયારી

નવી દિલ્હી, તા.૨: કોલા ક્ષેત્રમાં ધમાલ મચાવ્યા પછી મુકેશ અંબાણીની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ હવે પાણીના વ્યવસાયમાં પણ મોટા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરશે. કંપની તેના નવા, સસ્તા વોટર બ્રાન્ડ, ‘કેમ્પા શ્યોર' માટે ઘણા પ્રાદેશિક વોટર ઉત્પાદકો સાથે ભાગીદારી કરવાની યોજના બનાવી રહી છે. આ પગલું રૂ.૩૦,૦૦૦ કરોડના અત્યંત સ્પર્ધાત્મક અને ખંડિત પેકેજ્ડ વોટર માર્કેટને વિક્ષેપિત કરી શકે છે.
ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, કંપની આક્રમક રીતે ભાવ નિર્ધારણ કરી રહી છે. રિલાયન્સ ગ્રુપની FMCG શાખા, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ડિરેક્ટર ટી. કળષ્ણકુમારે જણાવ્યું હતું કે, અમે બોટલિંગ અને નાની બ્રાન્ડ્સ માટે શાસન ધોરણો સુનિશ્ચિત કરવા માટે ઘણી પ્રાદેશિક પેકેજ્ડ વોટર કંપનીઓ સાથે સહયોગ અને ભાગીદારી પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયામાં છીએ. તેમણે ઉમેર્યું હતું કે આ ભાગીદારી બોટલિંગ, ટેકનોલોજી અને સંભવિત બ્રાન્ડિંગ સહયોગ પર આધારિત હશે. કંપનીનો તેના ભાગીદારોને હસ્તગત કરવાની કોઈ યોજના નથી.
કિંમતો મુખ્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે
કેમ્પા સ્યોરને ૨૫૦ મિલી બોટલ માટે રૂ.૫ ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આગામી બે અઠવાડિયામાં તે ઉત્તરીય બજારોમાં પ્રથમ લોન્ચ થવાની ધારણા છે.
તેના મોટા પેક હાલના મુખ્ય ખેલાડીઓ કરતા ૨૦ થી ૩૦% સસ્તા છે. ઉદાહરણ તરીકે, કેમ્પા સ્યોરની એક લિટર બોટલ રૂ.૧૫માં વેચાઈ રહી છે, જ્યારે બિસ્લેરી, કોકા-કોલાની કિનલી અને પેપ્સિકોની એક્વાફિના જેવા મુખ્ય બજાર ખેલાડીઓ તેમની એક લિટર બોટલ રૂ.૨૦ માં વેચે છે. કેમ્પા સ્યોરના બે લિટર પેકની કિંમત રૂ.૨૫ છે. દરમિયાન, હરીફ કંપનીઓના બે લિટર પેક રૂ.૩૦ થી રૂ.૩૫ માં ઉપલબ્ધ છે.
માર્કેટિંગ ફોકસઃ ઉદ્યોગ અધિકારીઓ કહે છે કે બિસ્લેરી, કોકા-કોલા અને પેપ્સિકો તેમનો બજાર હિસ્સો જાળવી રાખવા માટે તેમના પાણીના બ્રાન્ડિંગ અને ગ્રાહક પ્રમોશન ઝુંબેશમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણમાંથી, કોકાપ્રકોલા અને પેપ્સિકોએ અત્યાર સુધી તેમના વોટર બ્રાન્ડના માર્કેટિંગ અને જાહેરાત પર ખૂબ ઓછો ખર્ચ કર્યો છે.કોલા સેક્ટરમાં ધમાલઃ રિલાયન્સે પણ કોલા સેક્ટરમાં મજબૂત પ્રવેશ કર્યો છે. કંપનીએ કિંમતના મામલે કોકા-કોલા અને પેપ્સિકોને જોરદાર પડકાર ફેંકયો છે. કંપની પાણીના વ્યવસાયમાં પણ આ વ્યૂહરચના લાગુ કરી રહી છે. રિલાયન્સના કેમ્પા સોફ્ટ ડ્રિંક્સ ૨૦૦ મિલી બોટલ માટે રૂ.૧૦ માં રજૂ કરવામાં આવ્યા હતા. આનાથી પેપ્સિકો અને કોકા-કોલાને તેમના કેટલાક પેકના ભાવ ઘટાડવા અથવા ઓછા ભાવે નાના કેન અને બોટલ રજૂ કરવાની ફરજ પડી.(૨૩.૨૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
