ભારતને દયનીય સ્થિતિમાંથી બચાવવું જ જોઈએ : સ્ટાલીન
CM સ્ટાલિનના RSS-PM મોદી પર પ્રહારઃકેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા વિશેષ ડાક ટિકિટ અને સ્મારક સિક્કાનો વિરોધ કર્યો છે

નવીદિલ્હી,તા.૨
મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ૧૦૦ વર્ષ પૂરા થવા પર કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા વિશેષ ડાક ટિકિટ અને સ્મારક સિક્કાનો વિરોધ કર્યો છે. તેમણે આ ઘટનાને દેશ માટે શરમજનક અને દયનીય સ્થિતિ ગણાવી છે.
મુખ્યમંત્રી સ્ટાલિને આજે ચેન્નઈમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કહ્યું કે, 'ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, જેનો પાયો મહાત્મા ગાંધીએ નાખ્યો હતો.
ગાંધીજી એવી શક્તિ છે જે આપણને હંમેશા નફરત અને ભાગલા પાડતી તાકાતો સામે લડવાની હિંમત આપે છે.'
સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું છે કે, 'આ દુઃખદ છે કે, દેશ સંભાળનાર વ્યક્તિએ આરએસએસની શતાબ્દી પર વિશેષ ડાક ટિકિટ અને સ્મારક સિક્કો જારી કર્યો છે. આ એ જ સંગઠન છે જેણે સાંપ્રદાયિક વિચારસરણીને જન્મ આપ્યો, જેણે આપણા રાષ્ટ્રપિતાની હત્યા કરી હતી. આ સ્થિતિમાંથી ભારતને બહાર કાઢવાની તમામ નાગરિકોની જવાબદારી છે.'
વડાપ્રધાન મોદીએ ગાંધી જયંતિની પૂર્વ સંધ્યાએ રૃ.૧૦૦નો સ્મારક સિક્કો જારી કર્યો છે. આ સિક્કા પર વરદ મુદ્રામાં ભારત માતાની ભવ્ય છબી છે.
તેમની પાસે એક સિંહ પણ દર્શાવાયેલ છે. સિક્કીની બીજીતરફ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ છે. આ તસવીરમાં આરએસએસના સ્વયંસેવકોને ભારત માતાને નમન કરતા દર્શાવાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
