<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

દેશના આર્મી ચીફે ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્‍છના વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી

આર્મી ચીફ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ કલેક્‍ટર આનંદ પટેલ અને એસપી વિકાસ સુંડાને અભિનંદન પાઠવી ‘ટીમ વર્ક'ની પ્રસંશા કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩:  રક્ષા મંત્રી રાજનાથસિંહના કચ્‍છ પ્રવાસને પગલે કચ્‍છ આવેલા આર્મી ચીફ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની વિવિધ પાંખ સાથે કચ્‍છ જિલ્લા વહીવટીતંત્રએ કરેલ કામગીરી અને સંકલનને બિરદાવ્‍યું હતું.

આર્મી ચીફે ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્‍છ જિલ્લા વહીવટીતંત્રનો સેનાની વિવિધ પાંખોને સહયોગ, સમયસૂચકતા મુજબ બ્‍લેકઆઉટ માટે મદદ, મોકડ્રીલથી જનજાગળતિ તેમજ અન્‍ય જરૂરી સહયોગને પ્રસંશનીય ગણાવ્‍યો હતો. ભુજ ખાતે આર્મી ચીફ એ કચ્‍છ જિલ્લા વહીવટીતંત્રની ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રશંસનિય કામગીરી બદલ કચ્‍છ કલેક્‍ટરશ્રી આનંદ પટેલ, પヘમિ કચ્‍છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા તેમજ જિલ્લા વહીવટીતંત્ર કચ્‍છની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

 ચીફ ઓફ આર્મી સ્‍ટાફ શ્રી ઉપેન્‍દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્‍છ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને પ્રસંશનીય ગણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્‍છ જેવા સરહદી જિલ્લાના અધિકારીઓની કાર્યશૈલી અને સમયસૂચકતા રાષ્‍ટ્રીય સુરક્ષા માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ છે.

(12:07 PM IST)