News of Friday, 3rd October 2025
મધ્યપ્રદેશના છીંદવાડા અને રાજસ્થાનમાં શરદી અને ખાંસી જીવલેણ બની: મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા 11 પર પહોંચી
ભોપાલ આરોગ્ય વિભાગે બે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો:છિંદવાડામાં પાંચ બાળકો હજુ પણ બીમાર:પારસિયાના એસડીએમ શુભમ યાદવે મધ્યપ્રદેશમાં નવ બાળકોના મોતની પુષ્ટિ કરી: રાજસ્થાનમાં પણ બે બાળકોના મોત

મધ્યપ્રદેશના છીંદવાડા અને રાજસ્થાનમાં શરદી અને ખાંસી જીવલેણ બની છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં ઝેરી કફ સિરપ પીવાથી વધુ ત્રણ બાળકોના મોત થયા છે. આ સાથે છેલ્લા 20 દિવસમાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા 11 પર પહોંચી ગઈ છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.
શુક્રવારે છિંદવાડામાં કફ સિરપ પીતા ત્રણ બાળકોના મોત થયા હતા. આ પહેલા છિંદવાડાના કોયલા ન્ચલ વિસ્તારમાં છ બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જો કે હાલમાં આ ઘટના પછી, ભોપાલ આરોગ્ય વિભાગે બે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે છિંદવાડામાં પાંચ બાળકો હજુ પણ બીમાર છે. પારસિયાના એસડીએમ શુભમ યાદવે મધ્યપ્રદેશમાં નવ બાળકોના મોતની પુષ્ટિ કરી છે. રાજસ્થાનમાં પણ બે બાળકોના મોત થયા છે.
નોંધનીય છે કે ઉધરસની દવા લીધા પછી બાળકો કિડની ફેલ્યોરથી પીડાઈ રહ્યા છે, જેનાથી મૃત્યુ થઈ રહ્યા છે. રાજસ્થાનમાં,ઉધરસની દવા પીવાથી પણ બાળકો મૃત્યુ પામી રહ્યા છે. હાલમાં તો આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને બાળકોના આરોગ્યને લઈને તકેદારીના પગલાં ભરવા પણ સૂચના આપી છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
