તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 4th October 2025
૨૦૨૩માં ભ્રષ્ટાચારના ૨૦૫ કેસઃ ૨૦૨૨ની સરખામણીમાં ૧૬% વધ્યા સજાનો રેટ માત્ર ૪૭.૫ ટકા ચિંતાનો વિષય, ૭૬ આરોપીઓ નિર્દોષ છૂટ્યા
ભ્રષ્ટાચારના કેસ વધ્યા પણ અન્ય રાજ્યની તુલનામાં ગુજરાત ૯માં ક્રમે ૨૦૨૧માં ગુજરાતમાં ભષ્ટાચારના ૧૭૩ જ્યારે ૨૦૨૨માં ૧૭૬ કેસ નોંધાયા હતા

નવી દિલ્હી તા.૪: ભ્રષ્ટાચાર સામેની લડતમાં ગુજરાતીઓ વધુને વધુ જાગૃત થઈ રહ્યાની સ્પષ્ટતા એનસીઆરબીના રિપોર્ટ પર થઈ રહી છે. ૨૦૨૧માં ગુજરાતમાં ભષ્ટાચારના ૧૭૩, ૨૦૨૨માં ૧૭૬ કેસ હતા. જો કે, ૨૦૨૩માં આ ગાફ ઉંચકાઈ ૧૯ ટકા વધારા સાથે ૨૦૫ કેસ પર પહોંચી ગયો હતો. રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે કે, ભ્રષ્ટાચારના કેસમાં પકડાયેલા આરોપીઓ કોર્ટમાંથી છૂટી જવામાં સફળ થતા હોવાનો રેશીયો પરજનો જયારે સજાનો રેશીયો માત્ર ૪૭,૫ છે. ૨૦૨૩માં ભ્રષ્ટાચારના મામલે સંડોવાયેલા ૩૬ આરોપીઓને કોર્ટે નિદોર્ષ છોડયાની વિગતો બહાર આવી છે. ભષ્ટાચાર કેસો અગાઉના બે વર્ષની સરખામણીમાં ૨૦૨૩માં વધ્યા પણ અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત અને હરિયાણા ૯માં કમ પર રહ્યા છે.એનસીઆરબીના ૨૦૨૩ના રિપોર્ટ પર નજર કરીએ તો રાજયમાં કરપ્શનના કેસમાં ૨૯૭ આરોપીઓની ધરપકડ અને ૩૧૪ આરોપી સામે ચાર્જશીટ થઈ હતી. આ સમગ્ર વર્ષ દરમિયાન ૫૧ આરોપીને સજા પડી, ૭૬ નિદોર્ષ છુટયા, પાંચ આરોપીને કેસમાંથી ડીસ્ચાર્જ મળ્યું હતું. રાજ્ય સરકારે આ વર્ષ કડકાઈ દાખવતા નોકરીમાંથી ૯ લોકોને સરકારી નોકરીમાંથી કાઢી મુકયા હતા. કરપ્શનના કેસમાં પકડાયેલા આરોપીઓમાં ૭ને મોટી સજા અને ૨૧ને હળવી સજા કરવામાં આવી હતી.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
