News of Saturday, 4th October 2025
બિહારના વિદ્યાર્થીઓને પીએમ મોદીની ભેટઃ ૫ લાખ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને મળશે માસિક ભથ્થુ
એક નવી કૌશલ્ય યુનિવર્સિટીનું પણ ઉધ્ઘાટન કર્યુઃ વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજનાનું પૂનર્ગઠન

પટણા, તા.૪: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા, રાજકીય પક્ષો જાહેરમાં આકર્ષક યોજનાઓ રજૂ કરી રહ્યા છે, જેમાં ભાજપ પણ જોડાઈ રહ્યો છે. આજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને આકર્ષવા માટે એક નવી યોજનાની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ બિહારના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, રૂ.૬૨,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ શરૂ કર્યો. ખરેખર, બિહારના યુવાનો આ ચૂંટણીમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ અભ્યાસક્રમમાંથી તાાતક થયેલા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. તેમને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી બે વર્ષ માટે માસિક ભથ્થું મળશે, જેથી બેરોજગારી દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડી શકાય. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને રૂ.૧,૦૦૦ ની સહાય સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
પીએમ મોદીએ આજે આ પ્રોજેક્ટ શરૂ કરતી વખતે બિહારમાં એક નવી કૌશલ્ય યુનિવર્સિટીનું પણ ઉદ્ધાટન કર્યું. આ યુનિવર્સિટી યુવાનોને ઉદ્યોગ-આધારિત અભ્યાસક્રમો પૂરા પાડશે, તેમને રોજગાર માટે તૈયાર કરશે.
પીએમ મોદી બિહારમાં વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ યોજનાને સુધારેલા ફોર્મેટ સાથે પણ શરૂ કરી રહ્યા છે. આ યોજના ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણ લોન લેનારા વિદ્યાર્થીઓને લોન પૂરી પાડશે. આ યોજના હેઠળ, ૩.૯૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.૭,૮૮૦ કરોડથી વધુની લોન આપવામાં આવી છે. બિહારના યુવાનોની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે બિહાર યુવા આયોગનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. તે ૧૮ થી ૪૫ વર્ષની વયના લોકોને આવરી લે છે
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
