News of Sunday, 5th October 2025
રામપુરથી દિલ્હી થઇ રહેલી બસ હાપુડ જિલ્લામાં બ્રિજની રેલિંગ તોડી હવામાં લટકીઃ મુસાફરોનો જીવ તાળવા ચોંટ્યો
મુસાફરોમાં ગભરાટ ફેલાયોઃ ચીસો અને બૂમો પડીઃ અકસ્માત બાદ તમામ 16 મુસાફરો, ડ્રાઇવર અને કંડક્ટરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ હાપુડના બ્રજઘાટ ખાતે ગંગા પુલ પર એક રોડવેઝ બસ રેલિંગ તોડીને ફસાઈ ગઈ. બસ રામપુરથી દિલ્હી જઈ રહી હતી. સંતુલન ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. બધે જ ચીસો અને બૂમો પડી હતી. પોલીસ અને રાહદારીઓની મદદથી મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. શનિવારે બ્રજઘાટ ખાતે ગંગા પુલ પર આ ઘટના બની હતી. અકસ્માત બાદ તમામ 16 મુસાફરો, ડ્રાઇવર અને કંડક્ટરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
