<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન કેન્યા અને જાપાનના કોચને કૂતરાઓએ કરડ્યા

બંને કોચને તાત્કાલિક એથ્લીટ મેડિકલ રૂમમાં પ્રાથમિક સારવાર હેઠળઃ MCD એ સ્ટેડિયમમાં ચાર ટીમો તૈનાત કરી

નવી દિલ્‍હીઃ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન કેન્યા અને જાપાનના કોચને રખડતા કૂતરાઓએ કરડ્યા હતા. બંને કોચને તાત્કાલિક એથ્લીટ મેડિકલ રૂમમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને સંપૂર્ણ સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે MCD એ સ્ટેડિયમમાં ચાર ટીમો તૈનાત કરી છે.

(3:21 PM IST)