<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

શાહરુખ ખાનથી પણ વધારે સમૃદ્ધ છે શિક્ષક અલખ પાંડે : જાણો રસપ્રદ માહિતી અને સંપત્તિની સ્થિતિ

2025માં અલખ પાંડેની કુલ સંપત્તિમાં 223%નો જંગી વધારો થયો:આ ઉછાળા સાથે તેમની કુલ સંપત્તિ હવે ₹14,510 કરોડ થઈ ગઈ

નવી દિલ્હી :એક શિક્ષકે સંપત્તિની બાબતમાં બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનને પણ પાછળ છોડી દીધા છે. એડટેક કંપની 'ફિઝીક્સવાલાના સ્થાપક અલખ પાન્ડે હવે શાહરુખ ખાનથી પણ વધારે સમૃદ્ધ છે.

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025ના તાજેતરના અહેવાલ મુજબ અલખ પાંડેની કુલ સંપત્તિમાં 223%નો જંગી વધારો થયો છે. આ ઉછાળા સાથે તેમની કુલ સંપત્તિ હવે ₹14,510 કરોડ થઈ ગઈ છે.

બીજી બાજુ શાહરૂખ ખાને પણ આ વર્ષે શાનદાર કમાણી કરી છે અને પહેલી વાર અબજોપતિ ક્લબમાં જોડાયા છે. તેમની સંપત્તિ 71% વધીને ₹12,490 કરોડ થઈ ગઈ છે. આમ છતાં તેઓ અલખ પાંડેથી પાછળ રહે છે

અલખ પાંડેની કંપની'ફિઝિક્સવાલા' વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને ઝડપથી વિકસી રહી છે.કંપનીએ નાણાકીય વર્ષ 2025માં તેનું નુકસાન ₹1,131 કરોડથી ઘટાડીને ફક્ત ₹243 કરોડ કર્યું છે.એવી જ રીતે કંપનીની આવક પણ ₹1,940 કરોડથી વધીને ₹2,886 કરોડ થઈ ગઈ છે.ફિઝિક્સવાલા ટૂંક સમયમાં તેનો ₹3,820 કરોડનો IPO લોન્ચ કરવાની પણ તૈયારી કરી રહી છે, જે કંપનીના મૂલ્યમાં વધુ વધારો કરશે

  એવી નઠીયુ કે  શાહરૂખ ખાને કમાણી નથી કરી. તેમની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે પણ સારો નફો કર્યો. વધુમાં તેમની બ્લોકબસ્ટર ફિલ્મ જવાને વિશ્વભરમાં ₹1,160 કરોડની કમાણી કરી છે,જે તેમની સંપત્તિમાં નોંધપાત્ર ફાળો આપે છે.આ સમાચાર બતાવે છે કે ભારતમાં નવા યુગના સ્ટાર્ટઅપ્સ અને તેમના સ્થાપકો સંપત્તિની દ્રષ્ટિએ સૌથી અગ્રણી સેલિબ્રિટીઓને પણ કેવી રીતે ટક્કર આપી રહ્યા છે. બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાંના એકને પાછળ છોડી દેનાર શિક્ષક બદલાતા ભારતની એક મહત્વપૂર્ણ વાત છે.

.

(8:06 PM IST)