<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

પીઓકે ભારતના ઘરનું એક રૂમ જેવું છે, તેને પાછું લેવું પડશેઃ મોહન ભાગવત

સતના,તા.૬: રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ(આરએસએસ)ના વડા મોહન ભાગવતે પાકિસ્‍તાનના કબજાયુક્‍ત કાશ્‍મીર(પીઓકે) અંગે મહત્‍વનું નિવેદન આપ્‍યું છે. તેમણે પીઓકેને ભારતનું અભિન્ન અંગ ગણાવીને કહ્યું કે, તે ભારત નામના એક ઘરનું રૂમ(પીઓકે) છે, જેમાં અજાણ્‍યા લોકો ઘુસી ગયા છે, એટલે તેને(પીઓકે)ને પાછું લેવું પડશે.

મધ્‍યપ્રદેશના સતનામાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે સ્‍પષ્ટ કર્યું કે, પીઓકે નામના રૂમને પાછું લેવું પડશે. આ માટે સંઘ પ્રમુખ પોતાની વાત એક લ્લષ્ટાંતથી સમજાવી અને કહ્યું કે, આખું ભારત એક ઘર છે, પરંતુ કોઈએ આપણા ઘરના એક રૂમને હટાવી દીધી છે, જ્‍યાં મારું ટેબલ, ખુરશી અને કપડાં રાખવામાં આવતા હતા. તેમણે(પાકિસ્‍તાને) તેના પર કબજો કર્યો છે. આવતીકાલે, મારે એ પરત લેવું પડશે. - આ વાત પર દર્શકોએ જોરદાર તાળીઓ પાડી હતી. આ દરમિયાન, મોહન ભાગવતે પોતાના સંબોધનમાં અવિભાજિત ભારતના વિચાર પર ભાર મૂક્‍યો હતો. તેમણે સભામાં ઉપસ્‍થિત સિંધી સમુદાયના લોકો તરફ ઈશારો કરીને કહ્યું કે, કેટલાય સિંધી ભાઈ અહીં બેઠા છે. હું ખૂબ આનંદિત છું, એ પાકિસ્‍તાન ગયા નહીં.

સંઘ પ્રમુખની આ ટિપ્‍પણી એવા સમયે આવી છે, જ્‍યારે પીઓકેમાં સ્‍થાનિક લોકો પાકિસ્‍તાનની સરકાર સામે વ્‍યાપક બળવો કરી રહ્યા છે. આર્થિક રાહત અને રાજકીય સુધારાઓની માંગને લઈને હજારો રહેવાસી અવામી એક્‍શન કમિટી(એએસીના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.(૪૦.૮)

(1:46 PM IST)