<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ: બેંકો ક્યારે બંધ રહેશે? જુઓ સંપૂર્ણ યાદી

દરેક શહેરમાં વિવિધ તહેવારો દરમિયાન બેંકો ક્યારે બંધ રહેશે? જાણો ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, ઓક્ટોબરમાં કુલ 21 દિવસ બેંકો બંધ રહેવાની છે. આમાં તહેવારો સહિત દર રવિવારે તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ છે.

ઓક્ટોબર મહિનામાં દિવાળીનો તહેવાર પણ છે. દેશભરમાં આ પાંચ દિવસીય તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, તમારા શહેરમાં ક્યારે બેંકો બંધ રહેશે, તેની જાણકારી તમને હોવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારા મહત્વપૂર્ણ બેંક સંબંધિત કાર્યો પૂર્ણ થઈ શકશે નહીં.

 દરેક શહેરમાં વિવિધ તહેવારો દરમિયાન બેંકો ક્યારે બંધ રહેશે.જાણો ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જોઈ લઈએ.

ગુજરાતમાં ઓક્ટોબર 2025ની બેંક રજાઓનું લિસ્ટ

  • 2 ઓક્ટોબર (ગુરુવાર) – મહાત્મા ગાંધી જયંતિ/દસરા/વિજયા દશમી/દશેરા/દુર્ગા પૂજા (દસૈન)/શ્રી શ્રી સંકરદેવ જન્મોત્સવ
  • 5 ઓક્ટોબર (રવિવાર) – સાપ્તાહિક રજા
  • 11 ઓક્ટોબર (શનિવાર) – મહિનાનો બીજો શનિવાર
  • 12 ઓક્ટોબર (રવિવાર) – સાપ્તાહિક રજા
  • 19 ઓક્ટોબર (રવિવાર) – સાપ્તાહિક રજા
  • 20 ઓક્ટોબર (સોમવાર) – દિવાળી (દીપાવલી)/નરક ચતુર્દશી/કાળી પૂજા
  • 22 ઓક્ટોબર (બુધવાર) – દિવાળી (બલી પ્રતિપદા)/વિક્રમ સંવંત નવા વર્ષનો દિવસ/ગોવર્ધન પૂજા/બાલિપદ્યામી, લક્ષ્મી પૂજા (દીપાવલી)
  • 23 ઓક્ટોબર (ગુરુવાર) – ભાઈબીજ/ભાઈદૂજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા (દીપાવલી)/ભ્રાત્રીદ્વિતિયા/નિંગોલ ચક્કોબા
  • 25 ઓક્ટોબર (શનિવાર) – મહિનાનો ચોથો શનિવાર
  • 26 ઓક્ટોબર (રવિવાર) – સાપ્તાહિક રજા
  • 31 ઓક્ટોબર (શુક્રવાર) – સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ

ઓક્ટોબર મહિનામાં આ દિવસે બંધ રહેશે બેંકો 

તારીખવારકારણશહેરો જ્યાં બેંકો બંધ રહેશે1 ઓક્ટોબરબુધવારનવરાત્રી/મહાનવમી/દશેરા/આયુધપૂજા, વિજયાદશમી, દુર્ગા પૂજા (દસૈન), શ્રીમંત શંકરદેવ જયંતિઅગરતલા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નઈ, ગંગટોક, ગુવાહાટી, ઇટાનગર, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમ2 ઓક્ટોબરગુરુવારમહાત્મા ગાંધી જયંતિ, દશેરા/વિજયાદશમી, દુર્ગા પૂજા (દસૈન), શ્રીમંત શંકરદેવ જયંતિદેશભરમાં3 ઓક્ટોબરશુક્રવારદુર્ગા પૂજા (દસૈન)ગંગટોક4 ઓક્ટોબરશનિવારદુર્ગા પૂજા (દસૈન)ગંગટોક5 ઓક્ટોબરરવિવારસાપ્તાહિક રજાદેશભરમાં6 ઓક્ટોબરસોમવારલક્ષ્મી પૂજાઅગરતલા, કોલકાતા7 ઓક્ટોબરમંગળવારમહર્ષિ વાલ્મીકિ જયંતિ / કુમાર પૂર્ણિમાબેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, શિમલા10 ઓક્ટોબરશુક્રવારકરતા ચોથશિમલા11 ઓક્ટોબરશનિવારબીજો શનિવારદેશભરમાં12 ઓક્ટોબરરવિવારસાપ્તાહિક રજાદેશભરમાં18 ઓક્ટોબરશનિવારકટી બિહુગુવાહાટી19 ઓક્ટોબરરવિવારસાપ્તાહિક રજાદેશભરમાં20 ઓક્ટોબરસોમવારદિવાળી/દીપાવલી/નરક ચતુર્દશી/કાલી પૂજાઅગરતલા, અમદાવાદ, આઈઝોલ, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, ઇટાનગર, જયપુર, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, નવી દિલ્હી, રાંચી, શિમલા, વિજયવાડા, તિરુવનંતપુરમ21 ઓક્ટોબરમંગળવારદિવાળી અમાવસ્યા (લક્ષ્મી પૂજા)/ગોવર્ધન પૂજાબેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ગંગટોક, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, શ્રીનગર22 ઓક્ટોબરબુધવારબલી પ્રતિપદા/વિક્રમ સંવત નવું વર્ષ/ગોવર્ધન પૂજાઅમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના23 ઓક્ટોબરગુરુવારભાઈ બીજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા (દિવાળી)/નિંગોલ ચોકોબાઅમદાવાદ, ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનૌ, શિમલા25 ઓક્ટોબરશનિવારચોથો શનિવારદેશભરમાં26 ઓક્ટોબરરવિવારસાપ્તાહિક રજાદેશભરમાં27 ઓક્ટોબરસોમવારછઠ પૂજા (સાંજ આરઘ્ય)કોલકાતા, પટના, રાંચી28 ઓક્ટોબરમંગળવારછઠ પૂજા (સવાર આરઘ્ય)પટના, રાંચી31 ઓક્ટોબરશુક્રવારસરદાર વલ્લભભાઈ પટેલ જયંતિઅમદાવાદ

આજે પણ ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે બેંક જવું જરૂરી બને છે, પરંતુ હવે સમય બદલાયો છે- ઘણા બેંક સંબંધિત કાર્યો હવે ઘરે બેઠા ઓનલાઈન સરળતાથી કરી શકાય છે. તમે હવે ચેક વિના જ ₹1 લાખ સુધીની રકમ કોઈપણ વ્યક્તિને તત્કાલ ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો. ફક્ત મોબાઈલ બેંકિંગ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરીને થોડા ક્લિકમાં કામ પૂર્ણ થઈ શકે છે.

આ ઉપરાંત, બેંકોની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન મારફતે એકાઉન્ટ બેલેન્સ, સ્ટેટમેન્ટ, FD, કે લોન સંબંધિત અનેક સેવાઓનો લાભ લઈ શકાય છે. રોકડની જરૂર હોય તો નજીકના ATM મશીનથી રૂપિયા ઉપાડી શકાય છે, જ્યાં મેટ્રો શહેરોમાં પ્રતિ મહિના ત્રણ વ્યવહારો મફત મળે છે.

(11:46 AM IST)