ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
દિલ્હીમાં વરસાદનું યલો એલર્ટ : રાજસ્થાનમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
એનસીઆરના અનેક વિસ્તારોમાં વરસાદ : પંજાબમાં વરસાદથી તાપમાનમાં ૪ ડિગ્રીનો ઘટાડો

નવી દિલ્હી, તા. ૬ : રાજધાની દિલ્હીમાં ઠડીમાં ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારે વરસાદ બાદ દિલ્હી-નોઇડામાં હવામાનનો મિજાજ પુરી રીતે બદલાય ગયો છે. હવામાન અહલાદક થવાની સાથે વાદળો પણ છવાયા છે. હવામાન વિભાગે આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. સાથે આગામી બે દિવસ વરસાદની સંભાવના વ્યકત કરી છે.
દિલ્હીમાં વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઉપરાંત બુધવારથી શનિવાર રાજધાનીમાં વાદળો છવાયેલા રહેશે અને જોરદાર વરસાદ પડવાનું પણ અનુમાન છે. હવામાન ખાતાએ નોઇડા-ગુરૂગ્રામમાં પણ સોમ-મંગળ વરસાદનું એલટૃ આપ્યું છે.
અનેસીઆરના અનેક વિસ્તારોમાં આજે વરસાદ પડયો છે. ગાઝીયાબાદમાં સવારે વરસાદ થવાથી રસ્તાઓ ઉપર પાણી ભરાઇ ગયા હતા. બે દિવસ દરમિયાન પ૦ કિ.મીની. ઝડપે પવન ફુંકાશે. ગુરૂવારથી વાતાવરણમાં બદલાવ આવશે.
પંજાબમાં પણ આજે સવારે વરસાદના કારણે તાપમાન ૪ ડિગ્રી ઘટી ગયું હતું. અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે રાજસ્થાનમાં રેડ એલર્ટ અપાયું છે. યુપીમાં વેર્સ્ટન ડીર્સ્ટબન્સના કારણે ભારે પવન અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત હરિયાણાના કેટલાક વિસ્તારોમાં પણ આવતા બે દિવસ વરસાદની અંભાવના દર્શાવી છે. (૯.રપ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
