<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

લાલુના શાસનના ત્રાસથી બિહાર છોડી ચાલી ગયેલ જાણીતી ગાયિકા મૈથિલી ભાજપ વતી ચૂંટણી લડશે

પટનાઃ બિહારની લોકપ્રિય સિંગર મૈથિલી ઠાકુર બિહાર વિધાનસભાની આવી રહેલ ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણીમાં ઝંપલાવે તેવા નિર્દેશો મળી રહ્યા છે. આજે સાંજે ૪ વાગે ચૂંટણી તારીખો જાહેર થઈ રહી છે.

૧૯૯૫માં બિહારમાં લાલુ રાજ આવતા સુપ્રસિધ્‍ધ ગાયિકા મૈથિલી ઠાકુરનો પરિવાર બિહાર છોડી ચાલ્‍યો ગયેલ તે હવે ફરી બિહાર આવવા માંગે છે. તેમ બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડેએ ટ્‍વીટર-એક્‍સ ઉપર જણાવ્‍યું છે. શ્રી તાવડે અને કેન્‍દ્રિય મંત્રી નિત્‍યાનંદ રાય તાજેતરમાં જ મૈથિલીને મળ્‍યા હતા. તેઓ સંભવતઃ મધુબની જિલ્લાની બેનપટ્ટી બેઠક પસંદ કરે તેવી શક્‍યતા.(૪૦.૨૦)

(3:36 PM IST)