News of Tuesday, 7th October 2025
ફેસબૂક પર થયો પ્રેમ, ૫૦૦૦કીમીનો પ્રવાસ કરી પ્રેમિકાને પ્રપોઝ કરવા પહોંચ્યો, જવાબ સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ
આજકાલ પ્રેમના ઘણા રસપ્રદ કિસ્સાઓ સાંભળવા અને જોવા મળતા હોય છે. એક બ્લોગરની જિંદગીમાં પણ કંઈક આવી જ અજીબોગરીબ ઘટના સામે આવી છે

નવી દિલ્હી તા.૭: આજકાલ પ્રેમના ઘણા રસપ્રદ કિસ્સાઓ સાંભળવા અને જોવા મળતા હોય છે. એક બ્લોગરની જિંદગીમાં પણ કંઈક આવી જ અજીબોગરીબ ઘટના સામે આવી છે. તે પોતાનું દિલ એવી છોકરીને આપી ચૂક્યો હતો, જે તેના દેશ, ધર્મ, જાતિ અને કલ્ચરથી પણ બિલકુલ અલગ હતી. તેમ છતાં પોતાના પ્રેમની શક્તિથી તેને અપનાવવા માગતો હતો. પણ તેને ક્યાં ખબર હતી કે, છોકરી સામે પ્રપોઝલ રાખવાથી તેને કંઈક એવું જાણવા મળશે કે, તેની આખી દુનિયા બદલાઈ જશે.
છોકરો એક જાણીતો કન્ટેન્ટ ક્રિએટર હતો. પોતાના પ્રવાસ, અનુભવો અને જિંદગીના રંગોને દુનિયા સાથે શેર કરતો હતો. તેની મુલાકાત એક દિવસ સોશિયલ મીડિયા પર એક એવી છોકરી સાથે થઈ, જેની સાથે તેનું શાનદાર બોન્ડિંગ થઈ ગયું હતું. શરૂઆત ટૂંકી વાતોથી થઈ અને પછી તો આખી આખી રાત ચેટિંગથી વાતો થવા લાગી. ભાષાનો જે ખાંચો હતો તે ગૂગલ ટ્રાન્સલેટે પૂરી દીધો અને બંનેનો સંબંધ ગાઢ બનતો ગયો.
ધીમે ધીમે એ બ્લોગરને વિશ્વાસ થઈ ગયો કે આ જ તેનો સાચો પ્રેમ છે, તો તેણે પોતાના દિલની વાત કહેવાનો નિર્ણય લીધો. થોડા મહિનાઓના આ ઓનલાઈન પ્રેમ પછી તેણે વિચારી લીધું કે, હવે આ સંબંધ ડિજિટલ નહીં રહે. એવામાં તેણે ટિકિટ બુક કરાવી લીધી, કેમેરો બેગમાં રાખ્યો અને નીકળી પડ્યો ૫૦૦૦ કિલોમીટર દૂર ઇન્ડોનેશિયાના બદૂય જનજાતિ વાળા ગામ તરફ઼ લાંબી ફલાઈટ પછી તે ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો તેણે દિલથી સ્માઈલ કરી તેનું સ્વાગત કર્યું. છોકરાને પૂરો વિશ્વાસ થઈ ગયો કે, આગ બંને બાજુ બરાબર લાગી છે.
પછી એ ક્ષણ આવી, જ્યારે છોકરાએ ખિસ્સામાંથી રિંગ કાઢી, ઘૂંટણીએ બેઠો અને બોલ્યો, શું તું મારી સાથે લગ્ન કરીશ? થોડી શાંતિ બાદ છોકરીએ સ્માઈલ આપી અને પછી તેને કહ્યું, નહીં આ એક શબ્દની સાથે જ જાણે તેની દુનિયા થંભી ગઈ હોય એવું લાગ્યું. આગળ છોકરીએ તેને એવું પણ કહ્યું કે, તે તેને સારો મિત્ર માને છે પરંતુ પોતાના સમાજથી વિરુદ્ધ જઈને લગ્ન કરી શકે નહીં.
બદૂય જનજાતિમાં કોઈ બીજી જગ્યાએ લગ્ન થતા નથી અને બીજા સમુદાય સાથે સંબંધ જોડવો નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે. લાખ પ્રયત્નો છતાં બ્લોગરના પ્રયત્નો બદૂય જનજાતિની પરંપરાઓથી ઊંચી નીકળી અને તેને પોતાનું તૂટેલા દિલ સાથે પોતાના દેશ પરત ફરવું પડ્યું.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
