<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ગુજરાતની સુરેન્‍દ્રનગર તથા બગોદરાની ફાર્મા કંપનીઓ રડાર ઉપર મધ્‍યપ્રદેશના છિંદવાડામાં સીરપથી બાળકોના મોતનો મામલો

આરોગ્‍ય વિભાગ દ્વારા મેડીકલ સ્‍ટોર ઉપર તપાસ : લાઇસન્‍સ રદ કરવા સુધીના પગલા

ભોપાલ, તા. ૭ :  મધ્‍યપ્રદેશમાં કફ સિરપથી ૧૬ બાળકોના મળત્‍યુનો ચોંકાવનારો મામલો સામે આવતાં, તપાસમાં ગુજરાતમાં બનેલા બે કફ સિરપમાં ખતરનાક ડાયઇથિલિન ગ્‍લાયકોલના અસ્‍તિત્‍વનો ખુલાસો થયો છે. રી લાઈફ અને રેસ્‍પિફ્રેશ ટીઆર નામના કફ સિરપમાંથી ઝેરી રાસાયણિક પદાર્થની વધુ માત્રા મળી છે. મધ્‍ય પ્રદેશના જ્‍ઝખ્‍ વિભાગે ગુજરાત સરકારને ૧૦ સેમ્‍પલ ૅનૉન-સ્‍ટાન્‍ડર્ડૅ હોવાનું જણાવતાં, સુરેન્‍દ્રનગર અને બગોદરાની ફાર્મા કંપનીઓ રડાર પર આવી છે.

બગોદરામાં રેડ બાદ ઉત્‍પાદન તાત્‍કાલિક બંધ કરાયું છે. કેન્‍દ્ર અને રાજ્‍યની તપાસ એજન્‍સીઓએ ગુજરાતમાં ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્‍યના આરોગ્‍ય વિભાગે ૫૦૦થી વધુ ફાર્મા યુનિટની તપાસ શરૂ કરી છે. ત્‍યારબાદ સરકાર હવે બંને સિરપ પર પ્રતિબંધની કાર્યવાહી કરી રહી છે અને લ્‍ત્‍વ્‍ની રચના પણ કરવામાં આવી છે, જેથી દોષિતોને જવાબદાર ઠેરવી શકાય.

આરોગ્‍ય વિભાગની દેખરેખ હેઠળ ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની ટીમો કામે લાગી છે. કફ સિરપમાં કથિત કન્‍ટેન્‍ટ છે કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્‍ય આરોગ્‍ય વિભાગ સતર્ક બન્‍યું છે.

આ કારણોસર જ ફાર્મા કંપનીઓને ત્‍યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ ઉપરાંત કફ સિરપ વેચતાં મેડિકલ સ્‍ટોર્સ પર તપાસ કરવામાં આવી રહી છે. જો કથિત કન્‍ટેન્‍ટ સાથેનું કફ સિરપ વેચતાં પકડાશે તે મેડિકલ સ્‍ટોર્સનું લાઇસન્‍સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા નક્કી કરાયુ છે. આ ઉપરાંત સરકારી હોસ્‍પિટલો સહિત ખાનગી હોસ્‍પિટલોમાં ડોક્‍ટરોને પણ કફ સિર૫ મામલે તાકીદ કરાઇ છે.

દારૂને બદલે કફ સિરપ સરળતાથી ઉપલબ્‍ધ થતી હોવાથી બંધાણીઓ કફ સિરપનો ધૂમ ઉપયોગ કરી રહ્યાં છે જેના કારણે કફ સિરપની ડિમાન્‍ડ રોકેટ ગતિએ વધી રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્‍તારમાં છૂટક મજૂરી કરતા અને કારખાનામાં કામ કરતાં કામદારોને  સિરપમાં કોડિન ફોસ્‍ફેટનું પ્રમાણ વધુ હોય છે જે દારૂ જેવા નશાનો અહેસાસ કરાવે છે જેથી ટિનેજરો અને યુવાનોમાં કફ સિરપનું વ્‍યસન સૌથી વધુ પ્રમાણમાં છે. (૯.૩૩)

(3:58 PM IST)