<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

સરકાર પાંચ બેંકોમાં પોતાનો હિસ્‍સો વેચી રહી છે

સરકાર જે બેંકોમાં પોતાનો હિસ્‍સો ઘટાડવાની યોજના બનાવી રહી છે તેમાં બેંક ઓફ મહારાષ્‍ટ્ર, ઇન્‍ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયા અને પંજાબ એન્‍ડ સિંધ બેંકનો સમાવેશ થાય છે : બે બેંકોના શેર પ્રથમ તબક્કામાં લિસ્‍ટેડ થઈ શકે છે, જોકે કઈ બેંકોને લિસ્‍ટેડ કરવામાં આવશે તે અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્‍યો નથી

નવી દિલ્‍હી, તા.૭: કેન્‍દ્ર સરકાર આ નાણાકીય વર્ષમાં પસંદગીની જાહેર ક્ષેત્રની બેંકો (PSU બેંકો) માં પોતાનો લઘુમતી હિસ્‍સો વેચવાની યોજના પર કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ વેચાણ ઓફરપ્રફોરપ્રસેલ (OFS) માર્ગ દ્વારા થશે અને પ્રથમ તબક્કામાં બે બેંકોથી શરૂ થશે.

(3:59 PM IST)