<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

જયપુર હોસ્પિટલ દુર્ઘટનામાં મૃતકોને પૂ. મોરારીબાપુની શ્રધ્ધાંજલી : પરિવારજનોને સહાય

પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી : પૂ. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી

રાજકોટ તા.૭

     જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના જયપુરમાં હોસ્પિટલમાં આગ લાગી હતી અને તે દુઃખદ ઘટના સ્થળે ૮ લોકોનાં મોત નિપજયા હતા. 

          પૂ. મોરારીબાપુએ કરુાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ ની તતકાલ સહાયતા રાશિ અર્પણ કરી છે જે જયપુર સ્થિત રામકથાના શ્રોતા સરોજ ખેમકા દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવભાઈ માંકડ

તલગાજરડા (ગોપનાથ કથા)ની યાદીમાં જણાવાયું છે

(4:14 PM IST)