<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

પ્રવાસીઓ વધુ પૈસા આપ્‍યા વિના ટિકિટની તારીખમાં બદલાવ કરી શકશે

બુકિંગના નિયમોમાં થશે મોટો ફેરફાર...કન્‍ફર્મ ટિકિટની ડેટ હવે બદલી શકાશે!

નવી દિલ્‍હી,તા.૮: લાંબા અંતરની મેલ-એક્‍સપ્રેસ ટ્રેનમાં વહેલા રિઝર્વેશન કરવાની પ્રણાલીને કારણે અનેક વખત ફાયદો થાય છે, પરંતુ અમુક વખતે પ્રવાસીઓને છેલ્‍લી ઘડીએ ટ્રેનની ટિકિટ પણ કેન્‍સલ કરવાની ફરજ પડે છે, પણ હવે રેલવે ઓનલાઈનના બાબતમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.

રેલવે ટિકિટ બુકિંગ સંબંધિત નિયમોમાં રેલવે મોટો ફેરફાર કરવાની યોજના ઘડી છે. હવે પ્રવાસીઓ વધુ પૈસા આપ્‍યા વિના ટિકિટની તારીખમાં બદલાવ કરી શકશે, જેથી ટિકિટ રદ કરવાની ઝંઝટ પણ દૂર થશે.

અમુક સંજોગોમાં છેલ્‍લી ઘડીએ યોજના ચેન્‍જ કરવામાં આવતા ટિકિટ રદ કરવાની ફરજ પડે છે, પણ હવે એમ થશે નહીં. પ્રવાસી છેલ્‍લી ઘડીએ યોજના બદલાઈ તો બુકિંગ ડેટમાં ચેન્‍જ કરાવી શકશે. ટિકિટમાં ટ્રાવેલ ડેટ ચેન્‍જ કરીને કન્‍ફર્મ ટિકિટ મળવાની પણ સંભાવના રહેશે.

દા.ત. તમારે ૨૦ નવેમ્‍બરે અમદાવાદ જવું છે, પરંતુ છેલ્‍લી ઘડીએ પાંચ દિવસ પછી નક્કી કરો એટલે ૨૫ નવેમ્‍બરે જવાનું નક્કી કરવું હોય તો ઓનલાઈન ડેટ બદલવાની સુવિધા મળશે. એટલે ટિકિટ રદ કર્યા પછી નવી ટિકિટ લેવી પડે છે પણ સરકાર એમાં સુધારો કરશે. જેમાં ડેટ બદલીને એ જ ટિકિટ પર મુસાફરી કરી શકશો.

આ મુદ્દે આગામી વર્ષ એટલે જાન્‍યુઆરી મહિનાથી આ સુવિધા મળી શકે છે, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું.

મળતી માહિતી અનુસાર પૈસા આપ્‍યા વિના પ્રવાસી પોતાની કન્‍ફર્મ ટિકિટમાં ઓનલાઈન ચેન્‍જ કરાવી શકશે. અત્‍યારના નિયમો અનુસાર પ્રવાસી પોતાનો પ્રવાસ બદલાતા ટિકિટ રદ કરાવે છે અને નવી ટિકિટ બુક કરાવવી પડે છે, જેના પર કેન્‍સલેશન ચાર્જ પણ લાગે છે, જેનાથી પ્રવાસીને હેરાનગતિ થાય છે, જ્‍યારે નવી ટિકિટ મળવાનું પણ મુશ્‍કેલ રહે છે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્‍ણવે કહ્યું હતું કે નવા નિયમોમાં કન્‍ફર્મ ટિકિટ રદ કર્યા પછી નવી ટિકિટમાં રિઝર્વશન ટિકિટ મળવાની પણ ગેરન્‍ટી હોતી નથી, કારણ કે રેલવે પાસે સીટની ઉપલ્‍બધતા પર નિર્ભર રહે છે એની સાથે નવી ટિકિટોની કિંમત વધારે રહે છે, જ્‍યારે પ્રવાસીને પણ તેનો ડિફરન્‍સ ચૂકવવો પડે છે. નવા નિયમથી એ પ્રવાસીને પણ ફાયદો થશે, જે પોતાની ટ્રાવેલ ડેટ બદલવા ઇચ્‍છે છે.

વર્તમાન નિયમો મુજબ ટ્રેનના રવાના થયાના ૪૮થી ૧૨ કલાક પૂર્વે કન્‍ફર્મ ટિકિટ રદ કરતા ભાડાના દરમાં ૨૫ ટકા કાપ મૂકવામાં આવે છે, જ્‍યારે ટ્રેનના પ્રસ્‍થાન પૂર્વે ૧૨થી ચાર કલાક પૂર્વેની ટિકિટનું ભાડું વધે છે, જ્‍યારે એક વખત ચાર્ટ તૈયાર થઈ ગયા પછી રિફંડ મળતું નથી

(9:42 AM IST)