<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

જયપુર હોસ્‍પિટલ દુર્ઘટનામાં મળતકોને પૂ.મોરારીબાપુની શ્રધ્‍ધાંજલીઃ પરિવારજનોને સહાય

પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરીઃ પૂ.મોરારીબાપુએ તમામ મળતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી

રાજકોટ, તા.૮: જયપુરમાં સવાઈ માનસિંહ હોસ્‍પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી ત્‍યારે તેમાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્‍થાનના જયપુરમાં હોસ્‍પિટલમાં આગ લાગી હતી અને તે દુઃખદ ઘટના સ્‍થળે ૮ લોકોનાં મોત નિપજયા હતા.

પૂ.મોરારીબાપુએ કરુંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્‍ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ ની તતકાલ સહાયતા રાશિ અર્પણ કરી છે જે જયપુર સ્‍થિત રામકથાના શ્રોતા સરોજ ખેમકા દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્‍ય મોરારીબાપુએ તમામ મળતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવભાઈ માંકડ તલગાજરડા (ગોપનાથ કથા)ની યાદીમાં જણાવાયું છે. (રર.૪)

 

 

અંબાજી માતાજીના દર્શન કરીને નવનિયુક્‍ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજ્‍યભરનો પ્રવાસ કરશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૮: ગુજરાત ભાજપની કમામ સંભાળયા બાદ નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આગામી તારીખ ૧૦ થી ૧૭ સુધી રાજ્‍યભરમાં પ્રવાસ કરશે. અંબાજી માતાજીના દર્શન કરીને નવનિયુક્‍ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રવાસનો પ્રારંભ કરશે.

પ્રવાસની તારીખ અને સમયને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 

(10:30 AM IST)