<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

રશિયા સેના માટે યુધ્‍ધે ચડેલા મોરબીના સાહિલ માજોઠીનું યુક્રેનમાં આત્‍મસમર્પણ

‘‘લડવું નહોતું એટલે બંદુક હેઠે મુકીને શરણે થયો'': સોશ્‍યલ મીડીયામાં વિડીયો વાયરલ : યુક્રેનિયન સેનાના દાવા મુજબ, સાહિલ વિદ્યાર્થી વિઝા પર રશિયા અભ્‍યાસ કરવા ગયો હતોઃ જાહેર કરાયેલા વીડિયોમાં સાહિલ રશિયન ભાષામાં વાત કરતો જોવા મળે છેઃ રશિયામાં ડ્રગ્‍સ સંબંધિત આરોપોમાં તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવેલ : સજાથી બચવા રશિયન સેનામાં જોડાવાનો વિકલ્‍પ સ્‍વીકારી લીધેલ

નવી દિલ્‍હી/કિવ,તા. ૦૮:  યુક્રેન અને રશિયા વચ્‍ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના મેદાનમાંથી ગુજરાત માટે એક અત્‍યંત ચિંતાજનક સમાચાર સામે આવ્‍યા છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ રશિયન દળો સાથે મળીને લડી રહેલા એક ભારતીય નાગરિકને પકડી પાડ્‍યો છે, જે ગુજરાતના મોરબી શહેરનો  રર વર્ષનો માજોઠી સાહિલ મોહમ્‍મદ હુસેન  છે. આ ઘટનાએ સૌરાષ્‍ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં અનેક પરિવારોમાં ચિંતાનો માહોલ સર્જ્‍યો છે જેમના સંતાનો રશિયામાં અભ્‍યાસ કે કામ માટે ગયા છે.

યુક્રેનની ૬૩મી મિકેનાઇઝ્‍ડ બ્રિગેડે મંગળવારે, ૭ ઓક્‍ટોબર, ૨૦૨૫ ના રોજ આ અંગેની જાણકારી આપતા એક વીડિયો પણ જાહેર કર્યો છે. તેમાં પકડાયેલા યુવકની ઓળખ મોરબીના ૨૨ વર્ષીય માજોતી સાહિલ મોહમ્‍મદ હુસૈન તરીકે થઈ છે. યુક્રેનિયન સેનાના દાવા મુજબ, સાહિલ વિદ્યાર્થી વિઝા પર રશિયા અભ્‍યાસ કરવા ગયો હતો.

ડ્રગ્‍સ કેસમાં સજા અને સેનામાં જોડાવા માટે મજબૂરી

જાહેર કરાયેલા વીડિયોમાં સાહિલ રશિયન ભાષામાં વાત કરતો જોવા મળે છે. તેણે જણાવ્‍યું કે રશિયામાં ડ્રગ્‍સ સંબંધિત આરોપોમાં તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલની સજાથી બચવા માટે તેને રશિયન સેનામાં જોડાવાનો વિકલ્‍પ આપવામાં આવ્‍યો, જે તેણે સ્‍વીકાર્યો. સાહિલે વીડિયોમાં કહ્યું, ૅહું જેલમાં રહેવા માંગતો ન હતો, તેથી મેં ઁસ્‍પેશિયલ મિલિટરી ઓપરેશનઁ માટેના કરાર પર હસ્‍તાક્ષર કર્યા. પરંતુ હું ત્‍યાંથી બહાર નીકળવા માંગતો હતો.ૅ

સાહિલના કહેવા પ્રમાણે, તેને ફક્‍ત ૧૬ દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ત્‍યારબાદ ૧ ઓક્‍ટોબરના રોજ તેને યુદ્ધના મોરચે મોકલી દેવામાં આવ્‍યો હતો. માત્ર ત્રણ દિવસની લડાઈ બાદ, તેના કમાન્‍ડર સાથે થયેલા ઝઘડા પછી તેણે યુક્રેનિયન સૈનિકો સમક્ષ આત્‍મસમર્પણ કરી દીધું.

ભારતીય યુવાનની વેદના

સાહિલે યુક્રેનિયન સેનાને જણાવ્‍યું કે, ૅહું લગભગ બે-ત્રણ કિલોમીટર દૂર યુક્રેનિયન સૈનિકોની પોઝિશન પર પહોંચ્‍યો. મેં તરત જ મારી રાઇફલ નીચે મૂકી દીધી અને કહ્યું કે મારે લડવું નથી. મને મદદની જરૂર છે. હું રશિયા પાછો જવા માંગતો નથી.ૅ તેણે એવો પણ આરોપ લગાવ્‍યો કે તેને સેનામાં જોડાવા માટે જે આર્થિક વળતરનું વચન આપવામાં આવ્‍યું હતું, તે કયારેય મળ્‍યું નથી.

ભારત સરકાર સતર્ક, વિગતોની ચકાસણી શરૂ

આ ઘટના સામે આવતા જ ભારત સરકાર હરકતમાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્‍યું છે કે તેઓ આ અહેવાલની સત્‍યતાની ચકાસણી કરી રહ્યા છે. કિવમાં આવેલ ભારતીય દૂતાવાસ આ મામલે વિગતો એકઠી કરી રહ્યું છે. જોકે, યુક્રેનિયન અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી.

આ ઘટનાએ ફરી એકવાર એવા ભારતીય અને નેપાળી નાગરિકોનો મુદ્દો ઉઠાવ્‍યો છે જેમને નોકરી કે શિક્ષણના બહાને રશિયા બોલાવીને છેતરપિંડીથી અથવા બળજબરીપૂર્વક યુદ્ધમાં ધકેલી દેવામાં આવે છે. વિદેશ મંત્રાલયના આંકડા મુજબ, રશિયા તરફથી લડતા ઓછામાં ઓછા ૧૨ ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્‍યારે ૧૬ હજુ પણ લાપતા છે. અત્‍યાર સુધીમાં ૯૬ લોકોને સુરક્ષિત પાછા લાવવામાં આવ્‍યા છે.(૯.૧૩)

(10:54 AM IST)