<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

મને ભારતની જનતાના ખુબ મોટા આર્શીવાદઃ નરેન્‍દ્રભાઇ

પીએમ મોદીએ પોતાના રાજકીય જીવનની પ્રથમ શપથ અંગે કયું ટ્‍વીટ

નવી દિલ્હી  તા. ૮,  : નરેન્‍દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્‍યા તે પૂર્વે લાંબા સમય સુધી ગુજરાતના મુખ્‍યમંત્રી પણ રહ્યા આમ તેમના રાજય અને બાદમાં કેન્‍દ્રીય નેતૃત્‍વ ના ર૪ વર્ષ થઇ ગયા છે અને રપમાં વર્ષમાં પ્રવેશ થયો છે. નરેન્‍દ્રભાઇના જીવનમાં ૭ ઓકટોબર ર૦૦૧ થી સરકારનું નેતૃત્‍વ લેવાની શરૂઆત થઇ હતી. ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા તે ઘટનાને પીએમ મોદીએ વાગોળી હતી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરીને જણાવ્‍યું હતું કે આજ તારીખ ૭ ઓકટોબરના રોજ વર્ષ ર૦૦૧ માં ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા. મને સતત આશિર્વાદ આપવા બદલ દેશના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર સરકારના વડા તરીકે હું રપમાં વર્ષમાં પ્રવેશ કરી રહયો છું. 

(2:40 PM IST)