તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
યુએઇના શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુક્લના જન્મદિવસે દુબઇમાં ‘અકિલા' છવાયું
રમેશભાઇ શુક્લએ યુએઇ ખાતે તેમનો ૮૭ મો જન્મદિવસ ઉજવ્યો. જેમાં તેમના ધર્મપત્નિ તરુબેન મિત્રો, સંબંધીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. કેક કટીંગ કર્યા બાદ રમેશભાઇએ ‘અકિલા' માં તેમના વિશે પ્રસિધ્ધ થયેલ લેખની પ્રિન્ટ ફોટા સાથે ઉપસ્થિત મહેમાનોને દર્શાવી તેમના માટે સૌથી મોટા ગર્વની વાત છે તેમ જણાવી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.

રાજકોટ,તા.૦૮: યુએઇના ઇતિહાસને કચકડે કંડારનાર ભારતીય શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુક્લના ૮૭માં જન્મદિવસે એટલેકે તા. ૨૬.૯.૨૦૨૫ના રોજ અકિલામાં તેમના વિશે બે પાનાનો ફોટા સાથે વિસ્તૃત લેખ પ્રસિધ્ધ થયેલો. જેમાં તેમના સંઘર્ષથી લઇ અત્યાર સુધીની સવિશેષ માહિતી પ્રસિધ્ધ થયેલી જેને લઇ રમેશભાઇ શુક્લએ અત્યંત રાજીપો વ્યક્ત કરેલો એટલુંજ નહીં દુબઇમાં તેમના જન્મદિવસની ઉજવણી દરમિયાન કેક કાપ્યા બાદ ઉપસ્થિત તેમના મિત્રો, સંબંધીઓ અને દુબઇના મહાનુંભાવોને ‘અકિલા'માં તેમના જન્મદિવસે પ્રસિધ્ધ થયેલ લેખની પ્રિન્ટ દર્શાવી પ્રસન્નતા વ્યક્ત કરી જેને દુબઇના મહાનુભાવોએ તાળીઓથી વધાવી લીધી હતી.
૨ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ અબુ ધાબીના અમીર શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહ્યાન, યુએઈની રચના માટેના કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા હતા. એ વખતે રમેશભાઇ શુક્લ ત્યાં હાજર હતા અને તેઓએ એ હસ્તાક્ષરની એવી લાક્ષણીક તસવીર ખેંચી કે તે ઇતિહાસ બની ગઇ. આજે પણ દુબઇની ૫૦ દિરહામની નોટ પર શુક્લાજીએ ખેંચેલ તે તસવીર યુએઈના સ્થાપક પિતા અને શેખ ઝાયેદના હસ્તાક્ષરના ફોટા દર્શાવવામાં આવે છે. એવા મૂળ ભારતીય પણ વર્શોથી દુબઇ સ્થાઇ થયેલા શાહી ફોટોગ્રાફર રમેશભાઇ શુક્લએ યુએઇ ખાતે તેમનો ૮૭ મો જન્મદિવસ ઉજવ્યો. જેમાં તેમના મિત્રો, સંબંધીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. કેક કટીંગ કર્યા બાદ રમેશભાઇએ ‘અકિલા' માં તેમના વિશે પ્રસિધ્ધ થયેલ લેખની પ્રિન્ટ ફોટા સાથે ઉપસ્થિત મહેમાનોને દર્શાવી કહ્યું હતું કે, ‘ભારતના ગુજરાતી ન્યુઝપેપરમાં મારા જન્મદિવસ આજે ખુબ મોટો લેખ આવ્યો છે. તેમણે અકિલામાં પ્રસિધ્ધ થયેલ ફોટો અને લખાણની પ્રિન્ટ ઉસ્થિત મહેમાનોને દર્શાવી હતી જે તેમના માટે સૌથી મોટા ગર્વની વાત તેમ જણાવ્યું હતું. જેને ઉપસ્થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. રમેશભાઇ શુક્લના જન્મદિવસે દુબઇમાં પણ ‘અકિલા' છવાઇ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ભારતથી બોટ દ્વારા પાંચ દિવસની દુબઇ સુધી કઠિન મુસાફરી કરી દુબઇમાં સંઘર્ષમય જીવનનો આરંભ કરનાર રમેશભાઇ શુક્લને ફોટોગ્રાફી સ્ટુડિયોમાંથી મળતી આવક તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતી નહોતી કારણ કે તે તેમની કમાણીનો મોટો હિસ્સો તેના સાધનોને અપગ્રેડ કરવા માટે અલગ રાખતા હતા. ૧૯૬૮નું વર્ષ આ લેન્સમેન માટે એક જીવનનો વળાંક બન્યો જ્યારે શારજાહમાં ત્રણ દિવસની ઊંટ શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહ્યાન અને શેખ રશીદ બિન સઈદ અલ મક્તૂમના ફોટોગ્રાફ લીધા અને તેમના બ્લેક એન્ડ વ્હાઇટ પોટ્રેટ રજૂ કર્યા ત્યારથી કહી શકાય કે તેઓ રાજાશાહિ ફોટોગ્રાફર બની ચૂક્યા હતા.
રમેશભાઇએ ફોટોગ્રાફથી યુએઇનો ઇતિહાસ કબજે કર્યો. તેઓએ ઊંટ દોડ પછી શેખને ફોટોગ્રાફ બતાવ્યા એ પછી તેમને ફોટોગ્રાફર તરીકે સત્તાવાર કાર્યક્રમોમાં આમંત્રણ મળતું થયું. તેઓ એવા સ્થળો અને લોકો સુધી પહોંચતા જેનું તે થોડા વર્ષો પહેલા માત્ર સ્વપ્ન જ જોઈ શકતા હતા. ખાસ વાત એ છે કે, રમેશભાઇ શુક્લાએ ૧૯૭૦, ૮૦ અને ૯૦ના દાયકા દરમિયાન દુબઈ અને અમીરાતનું દસ્તાવેજીકરણ કરવાનું ચાલુ રાખ્યું. જોકે તેમની પાસે હજુ પણ આ સમયગાળાના સેંકડો અવિકસિત ફિલ્મ રોલ છે. તે હજુ પણ તેમને વિકસાવી રહ્યા છે. દર થોડા વર્ષે પ્રદર્શનોમાં શેખોની અદ્રશ્ય છબીઓ બહાર પાડે છે.
નોંધનીય છે કે, રમેશભાઇના જન્મદિવસે અકિલામાં પ્રસિધ્ધ થયેલ તેમની બાયોગ્રાફિની નોંધ સમગ્ર યુએઇમાં લેવામાં આવી છે. જન્મદિવસમાં ઉપસ્થિત મહેમાનોએ અકિલાની પ્રિન્ટ હાથમાં લઇ તમામ માહિતી અને ફોટોગ્રાફના વખાણ કર્યા હતા અને રમેશભાઇને અભિનંદન આપ્યા હતા.(૪૦.૨૩)
રોયલ ફોટોગ્રાફર
ફોર સિઝન્સ રમેશ ગેલેરી
દુબઇ (યુએઇ)
પી.ઓ બોકસ ૫૦૪૪૧૧
ફોનઃ(+971) 506594250
મેઇલઃ [email protected]
www.rameshshukla.com
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
