<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ગંભીરની અવગણના કરીને રોહિતે 'ગુરુ' દ્રવિડને આપ્યો ચેમ્પિયન્સ ટ્રોફીનો શ્રેય! ટીમનો 'આંતરિક સંઘર્ષ' સામે આવ્યો

ગૌતમ ગંભીરને કોચ તરીકે મળેલા શ્રેયને રોહિતે જાહેરમાં અવગણીને એક મજબૂત સંદેશો આપ્યો: આ લડાઈ હવે મેદાનની બહાર પણ ઉગ્ર બની

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં યોજાયેલા CAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ સમારોહમાં જે નિવેદન આપ્યું, તેનાથી ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રોહિતે ભારતે જીતેલી ચેમ્પિયન્સ ટ્રોફી (2025) નો શ્રેય ટીમના તત્કાલીન મુખ્ય કોચ ગૌતમ ગંભીર ને બદલે, ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ ને આપ્યો!

રોહિતના આ પગલાને ક્રિકેટ વર્તુળોમાં ગંભીરના 'અપમાન' નો બદલો લેવાનું 'અંતિમ પગલું' માનવામાં આવી રહ્યું છે, જેનાથી બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેનો જૂનો ઝઘડો હવે જાહેરમાં આવી ગયો છે.

દ્રવિડની યોજનાને શ્રેય
જ્યારે ભારતે આ વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ત્યારે ગંભીર મુખ્ય કોચ હતા. તેમ છતાં, રોહિત શર્માએ ભરચક સ્ટેજ પરથી રાહુલ દ્રવિડની પ્રશંસા કરીને કહ્યું કે દ્રવિડના કાર્યકાળ દરમિયાન જે લાંબા ગાળાની યોજના વિકસાવવામાં આવી હતી, તે જ યોજનાને અનુસરવાથી ટીમને ટ્રોફી જીતવામાં મદદ મળી.

રોહિત શર્માએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:
"રાહુલ ભાઈ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે શ્રેયને પાત્ર છે... અમે ઘણા વર્ષોથી આ સફર પર છીએ. આ એક કે બે વર્ષનો પ્રોજેક્ટ નહોતો. જ્યારે બધાએ નક્કી કર્યું કે અમારે કંઈક અલગ કરવું પડશે, ત્યારે આ પ્રક્રિયાએ રાહુલ ભાઈ અને મને ઘણી મદદ કરી."

કેપ્ટનશીપ છીનવાઈ જવાનો મામલો
કેટલાક લોકો આ ઘટનાને રોહિત શર્માને તાજેતરમાં ODI કેપ્ટનશીપ માંથી દૂર કરવા સાથે પણ જોડી રહ્યા છે. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન, ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રોહિતને બદલે શુભમન ગિલ ભારતીય ODI ટીમનું નેતૃત્વ કરશે.

રોહિતના નિવેદનથી સ્પષ્ટ છે કે ટીમ મેનેજમેન્ટમાં બધું બરાબર નથી, અને ગૌતમ ગંભીરને કોચ તરીકે મળેલા શ્રેયને રોહિતે જાહેરમાં અવગણીને એક મજબૂત સંદેશો આપ્યો છે. આ લડાઈ હવે મેદાનની બહાર પણ ઉગ્ર બની છે!

 

(5:47 PM IST)