News of Wednesday, 8th October 2025
કેલિફોર્નિયામાં દિવાળીને 'રાજ્ય રજા' જાહેર કરવાની તૈયારી: ગવર્નર ન્યૂસમની મહોરની રાહ, ભારતીય ડાયસ્પોરામાં ઉત્સાહનો માહોલ!
કેલિફોર્નિયામાં મોટી દક્ષિણ એશિયાઈ વસ્તી હોવાને કારણે, આ પગલું સાંસ્કૃતિક વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપશે. ગવર્નર હસ્તાક્ષર કરશે, તો તે દિવાળી (20 ઑક્ટોબર) થી અમલમાં

ન્યૂ યોર્ક : ભારતીય ઇમિગ્રન્ટ્સ અને દક્ષિણ એશિયાઈ સમુદાય માટે એક ઐતિહાસિક ઘટનાક્રમમાં, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યે દિવાળીને સત્તાવાર 'રાજ્ય રજા' (State Holiday) જાહેર કરવાની દિશામાં અંતિમ પગલું ભર્યું છે. કેલિફોર્નિયા આ હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયના પ્રકાશના તહેવારને સત્તાવાર રીતે માન્યતા આપનારું યુએસનું ત્રીજું રાજ્ય બનશે.
વિધાનસભામાં બિલ પસાર
કેલિફોર્નિયા એસેમ્બલીના સભ્ય એશ કાલરા દ્વારા રજૂ કરવામાં આવેલું બિલ AB 268 સપ્ટેમ્બર 2025 માં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
બિલને સેનેટમાં 36-4 અને એસેમ્બલીમાં 76-4 મતોની પ્રચંડ બહુમતીથી મંજૂરી મળી હતી.
હવે ગવર્નરની સહીની રાહ
આ બિલ હવે ગવર્નર ગેવિન ન્યુસમ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. ગવર્નર ન્યુસમને 12 ઑક્ટોબર, 2025 સુધીમાં આ બિલ પર હસ્તાક્ષર કરવાના છે. જો તેઓ તેના પર સહી કરે છે, તો દિવાળી સત્તાવાર રીતે કેલિફોર્નિયામાં રાજ્ય રજા બની જશે.
રજાના મુખ્ય નિયમો
આ બિલના અમલ બાદ, રાજ્યમાં નીચે મુજબના ફેરફારો આવશે:
• સરકારી કર્મચારીઓ: રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી પર પેઇડ રજાનો વિકલ્પ મળશે.
• શાળાઓ અને કોલેજો: જાહેર શાળાઓ અને કોમ્યુનિટી કોલેજો યુનિયનો સાથે કરાર કરીને દિવાળી પર બંધ રહી શકે છે.
• અપવાદ: બિલમાં કહેવામાં આવ્યું છે કે તે કોર્ટને લાગુ પડતું નથી, એટલે કે ન્યાયિક કાર્યવાહી ચાલુ રહેશે.
એશ કાલરાએ કહ્યું કે, "આ બિલ ભારતીય ડાયસ્પોરાને વિશ્વના સૌથી જૂના ધાર્મિક તહેવારમાં મુક્તપણે ભાગ લેવામાં મદદ કરશે."
કેલિફોર્નિયામાં મોટી દક્ષિણ એશિયાઈ વસ્તી હોવાને કારણે, આ પગલું સાંસ્કૃતિક વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપશે. જો ગવર્નર ન્યુસમ બિલ પર હસ્તાક્ષર કરશે, તો તે દિવાળી 2025 (20 ઑક્ટોબર) થી અમલમાં આવશે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
