તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 9th October 2025
ડિજિટલ એરેસ્ટ મામલે CBIના ગુજરાત સહીત દેશવ્યાપી દરોડા: ઓપરેશન ચક્ર અંતર્ગત 40 સ્થળોએ દરોડાનો દોર
તપાસમાં 15,000 IP એડ્રેસ અને કંબોડિયા કનેશન પણ સામે આવ્યું: પૈસાની ઝડપી લેવડ દેવડ માટે ઉપયોગમાં લેવાતા ફિનટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ડિવાઇસ, KYC ડોલ્યુમેન્ટ્સ, સિમકાર્ડ્સ અને વ્હોટ્સએપ કોમ્યુનિકેશન આર્કાઇવ્ઝ રિકવર

નવી દિલ્હી : ડિજિટલ એરેસ્ટ મામલે CBIના ગુજરાત સહીત દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈએ ઓપરેશન ચક્ર અંતર્ગત 40 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં દિલ્લી NCR, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, કેરળ અને પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય સાયબર મામલાને લગતા આ કેસમાં સીબીઆઈએ તપાસમાં ઝંપલાવ્યું છે. CBI એ ફર્જી એકાઉન્ટ અને ટેલિકોમ્યુનિકેશન અંગેની તપાસ હાથ ધરી છે. આ માધ્યમો થકી લોકોને શિકાર બનાવવામાં આવતા 40 સ્થળે તપાસ હાથ ધરાઈ છે. CBI ની તપાસમાં સ્થાનિક લોકોની સંડોવણી હોવાના પુરાવા પણ મળ્યા છે. ડિજિટલ એરેસ્ટના રૂપિયામાંથી અમુક રકમ ભારતમાં તો અન્ય રકમ વિદેશ મોકલાય છે. તપાસમાં 15,000 IP એડ્રેસ અને કંબોડિયા કનેશન પણ સામે આવ્યું છે. પૈસાની ઝડપી લેવડ દેવડ માટે ઉપયોગમાં લેવાતા ફિનટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ડિવાઇસ, KYC ડોલ્યુમેન્ટ્સ, સિમકાર્ડ્સ અને વ્હોટ્સએપ કોમ્યુનિકેશન આર્કાઇવ્ઝ રિકવર કરવામાં આવી છે. મુખ્ય સુત્રધાર સુધી પહોંચવાની દિશામાં સ્થાનિક સાગરીતોની પણ તપાસ કરાઈ છે
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
