News of Thursday, 9th October 2025
વેલકમ પ્રાઇમ મિનિસ્ટર
યુકેના વડા પ્રધાન મુંબઈની મહેમાનગતિ માણી રહ્યા છે : કીર સ્ટાર્મરે અંધેરીમાં આવેલા યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી

મુંબઈ તા.૯: ભારતની મુલાકાતે આવેલા યુનાઇટેડ કિગડમ (UK)ના વડા પ્રધાન કીર સ્ટાર્મરે ગઈ કાલે અંધેરીમાં આવેલા યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. બ્રિટિશ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વચ્ચે કોલેબરેશન થાય અને બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત બને એ માટે કીર સ્ટાર્મરની આ મુલાકાત મહત્ત્વની ગણવામાં આવી હતી. ગઈ કાલે સવારે લંડનથી મુંબઈ પહોંચેલા કીર સ્ટાર્મર ભારે પોલીસ-બંદોબસ્ત સાથે સ્ટુડિયોમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે બોલીવુડની ઍક્ટ્રેસ રાની મુખરજી સાથે બોલીવુડ વિશે વિશેષ વાતો કરી હતી અને મૂવી-સ્ક્રીનિગનો આનંદ લીધો હતો. બપોર પછી કીર સ્ટાર્મરે સાઉથ મુંબઈમાં આવેલા કૂપરેજ ફુટબોલ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ઇંગ્લિશ પ્રીમિયર લીગ દ્વારા આયોજિત ફુટબોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
