હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પત્નીએ એમેઝોન પરથી હથોડો મગાવ્યો, પતિને શંકા ગઈ, હત્યાનું ષડયંત્ર પકડાયું
પત્નીનું લગ્ન પહેલાંથી જ એક બીજી વ્યક્તિ સાથે ચક્કર ચાલી રહ્યું હતું

ગુરુગ્રામ તા.૯: હરિયાણાના ગુરુગ્રામમાં શુભમ ચૌધરી નામના એન્જાિનિયરનાં લગ્નને સાત મહિના થયા હતા. તેની પત્ની પતિને પતાવવાનું ષડયંત્ર રચી રહી હતી. જોકે એની શંકા શુભમને અજીબોગરીબ રીતે થઈ. પત્ની પણ સોફટવેઅર એન્જાિનિયર છે અને બન્નેનાં લગ્ન બન્નેના પરિવારોની મરજીથી થયાં હતાં. જોકે પત્નીનું લગ્ન પહેલાંથી જ એક બીજી વ્યક્તિ સાથે ચક્કર ચાલી રહ્યું હતું. છોકરીના ઘરવાળાઓને એ પહેલેથી ખબર હતી છતાં તેમણે બળજબરીથી શુભમ સાથે તેનાં લગ્ન કરાવેલાં. લગ્નને ૭ મહિના થઈ ગયા હોવા છતાં પત્ની ફિઝિકલ સંબંધો માટે તૈયાર નહોતી થતી એટલે તેણે પત્નીનો મોબાઇલ ચેક કર્યો. સોશ્યલ મીડિયા પર એક છોકરા સાથેનું ચેટિગ મળ્યું એટલે શુભમનો શક પાકો થયો. પત્ની કંઈક ને કંઈક ખરીદ્યા કરતી હતી એટલે તેણે ઍમેઝોનની ઓર્ડર-હિસ્ટરી જોઈ. એમાં તેણે જોયું તો પત્નીએ મોટો હથોડો અને કોન્ડોમ ઓર્ડર કરેલાં. બન્ને ચીજો શંકાશીલ હોવાથી શુભમે ડિટેક્ટિવને હાયર કર્યો અને પત્નીની હિલચાલ પર નજર રખાવી. ડિટેક્ટિવે જણાવ્યું કે તેની પત્ની ૩૦ સપ્ટેમ્બરે પ્રેમી સાથે હૃષીકેશ જવાની છે. એ હોટેલમાં જઈને શુભમે પત્નીને પ્રેમી સાથે રંગેહાથ પકડી લીધી.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
