News of Thursday, 9th October 2025
તુર્કીયેની ધરતી ફરી ધણધણીઃ મોડી રાત્રે ૪.૭ ની તીવ્રતાનો ભૂકંપ
જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી પરંતુ લોકોમાં ફફડાટ

ઇસ્તંબુલ, તા.૯: ગત મોડી રાત્રે તુર્કીયેની ધરતી કંપી ઉઠી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ એ આપેલી માહિતી મુજબ ૪.૭ ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતાGFZએ શરૂઆતમાં ૫.૩૩ જણાવી હતી. જોકે, પછીથી તીવ્રતા ૪.૭ હોવાનું જણાવવામાં આવ્યું. GFZ એ આપેલી માહિતી મુજબ ભૂકંપ સ્થાનિક સમય મુજબ ૨:૫૪ વાગ્યે આવ્યો હતો અને તેનું સેન્ટર સપાટીથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે એ તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૪.૯ હોવાનું જણાવ્યું છે. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ એમેટ શહેરથી ૧૭ કિલોમીટર દક્ષિણપヘમિમાં અને ૭.૪ કિલોમીટરની ઊંડાઈએ હતું.
નોંધનીય છે કે તુર્કી ભૂકંપ માટે ખુબ સંવેદનશીલ છે, કેમ કે તે મુખ્ય ફોલ્ટ લાઇનની ઉપર આવેલો દેશ છે. અહીં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. તાજેતરમાં ૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ ઇસ્તંબુલ અને ઉત્તરપヘમિ તુર્કીમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.
૨૮ સપ્ટેમ્બરના રોજ પણ ઉત્તરપヘમિ તુર્કીમાં ૫.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, કેટલાક લોકો દિવસભર ઇમારતોની બાહર રહ્યા હતાં.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
