News of Thursday, 9th October 2025
સાહિત્યનું સર્વોચ્ચ સન્માન: 'પ્રભાવશાળી અને સ્વપ્નદ્રષ્ટા' હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્ઝનાહોર્કાઈને મળ્યો નોબેલ પુરસ્કાર!
નોબેલ સમિતિએ લાસ્ઝલો ક્રાસ્ઝનાહોર્કાઈના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેમની કૃતિઓ "પ્રભાવશાળી અને સ્વપ્નદ્રષ્ટા" છે, જે વિશ્વમાં કલાની શક્તિનું અદભૂત પ્રદર્શન કરે છે

સ્ટોકહોમ: સાહિત્ય જગતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર, નોબેલ પ્રાઈઝની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર હંગેરિયન લેખક લાસ્ઝલો ક્રાસ્ઝનાહોર્કાઈ (László Krasznahorkai) ને એનાયત કરવામાં આવ્યો છે.
નોબેલ સમિતિએ લાસ્ઝલો ક્રાસ્ઝનાહોર્કાઈના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેમની કૃતિઓ "પ્રભાવશાળી અને સ્વપ્નદ્રષ્ટા" છે, જે વિશ્વમાં કલાની શક્તિનું અદભૂત પ્રદર્શન કરે છે.
લાસ્ઝલો ક્રાસ્ઝનાહોર્કાઈ આ સન્માન મેળવનાર વિશ્વના 121મા વિજેતા બન્યા છે.
નોંધનીય છે કે ગયા વર્ષે સાહિત્યનું આ સન્માન દક્ષિણ કોરિયન લેખક હાન કાંગને આપવામાં આવ્યું હતું. તેમના લખાણોમાં "ઐતિહાસિક આઘાત અને માનવ જીવનની નાજુકતા" પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
