આઈએમએસમાં એક મહિનાથી વધારે ઈનવોઈસ હોલ્ડ પર રાખી નહીં શકાય
પહેલા રિજેક્ટ અને એક્સેપ્ટની જ સુવિધા પોર્ટલ પર અપાતી હતી ઓક્ટોબરથી લાગુ કરાયેલી સુવિધામાં વેપારીઓને થોડી રાહત મળવાની શક્યતા

નવી દિલ્હી,તા.૧૦: પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ફરજિયાત પોર્ટલ પરથી જ ઇનવોઇસ બનાવવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે જીએસટીમાં આઈ એમએસ (ઈનવોઈસ મેનજમેન્ટ સિસ્ટમ)ની પણ શરૂઆત કરવામાં આવી છે. જેથી વેપારીએ તમામ ઇનવોઈસને એટલે કે વેચાણ કરવામાં આવેલા તમામ માલના ઈનવોઈસ પોર્ટલ પર ફરજિયાત અપલોડ કરવાના રહેશે. તેના આધારે જ સામેવાળા વેપારીને ક્રેડિટ મળશે. જોકે તેના માટે વેપારીએ એક્સેપ્ટ કરવામાં આવે તો જ વેપારીને ક્રેડિટ દેખાવાની છે. આ માટે શરૂ કરવામાં આવેલી સિસ્ટમમાં પહેલા એક્સેપ્ટ અને રિજેક્ટની જ સુવિધા આપવામાં આવી હતી, પરંતુ તેમાં સુધારો કરીને વેપારીએ હોલ્ડ પણ રાખી શકશે, પરંતુ તેમાં એક મહિનાથી વધારે હોલ્ડ રાખી શકાશે નહીં. જો એક મહિનાથી વધારે હોલ્ડ રાખવામાં આવે તો સિસ્ટમ દ્વારા જ એક્સેપ્ટ અથવા તો રિજેક્ટ કરી દેવામાં આવશે.
એક ઓક્ટોબરથી ઈનવોઈસ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પરંતુ તેમાં રહેલી સુવિધાની શરૂઆત ૧૪ ઓક્ટોબર પછી કરવામાં આવે તેવું જાણકારો કહી રહ્યા છે. જોકે આ સિસ્ટમ એક વર્ષ પહેલા લાગુ કરવામાં આવનાર હતી. તેમાં અનેક સુધારાના કારણે એક ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી છે. જોકે હજુ પણ તેમાં થોડા ઘણા સુધારા કરવામાં આવનાર છે. આ કારણોસર વેપારીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આજ કારણોસર આઈએમએસનો અમલ મોડો થયો હોવાનું પણ જાણકારો કહી રહ્યા છે.
આઈએમએસમાં રજૂ કરવામાં આવતા ઈનવોઈસમાં જે વેપારીએ ખરીદી કરી હશે અને તેના પેટે જીએસટીની ચુકવણી કરી હશે. ખરીદી જેને ત્યાંથી કરવામાં આવી તે વેપારીએ આઈએમએસ પર ઈનવોઈસ અપલોડ કરવામાં આવે તો જ સામેવાળા વેપારીને તેની ક્રેડિટ મળશે. જોકે તેના માટે ખરીદી કરનાર વેપારીએ પણ પોતાનું ઈનવોઈસ છે કે નહીં તેની પણ ચકાસણી કરીને એક્સેપ્ટ કર્યા પછી જ ક્રેડિટ મળવાની છે. (૪૦.૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
