<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

આયાતકારના વેરહાઉસ અન્‍ય રાજ્‍યમાં હોય તો અલગથી GST રજિસ્‍ટ્રેશન જરૂરી

સીજીએસટી એક્‍ટ ૨૦૧૭ની જોગવાઈનું પાલન જરૂરી થર્ડ પાર્ટી દ્વારા માલ મોકલાય તો પણ બંને રાજ્‍યમાં રજિસ્‍ટ્રેશન કરાવવું

મુંબઈ,તા.૧૦: આયાતકાર કંપનીનું વેરહાઉસ સ્‍થાનિક ધંધાના સ્‍થળના બદલે અન્‍ય રાજ્‍યમાં હોય તો તે માટે અલગથી જીએસટી રજિસ્‍ટ્રેશન નંબર લેવો જરૂરી છે. આ અંગેની સ્‍પષ્ટતા સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇન્‍ડિરેક્‍ટ ટેક્‍સિસ અને કસ્‍ટમ્‍સ દ્વારા કરવામાં આવી છે.

જીએસટીમાં ધંધાના સ્‍થળની વ્‍યાખ્‍યા કલમ ૨ (૮૫) મુજબ કોઈ પણ સ્‍થળ જ્‍યાં સામાન્‍ય રીતે બિઝનેસ થતો હોય છે. જેમાં વેરહાઉસ અને સંગ્રહ સુવિધા હોય છે. સીબીઆઈ સીના જણાવ્‍યા મુજબ આયાતકાર કે જેમની હેડ ઓફિસ એક રાજ્‍યમાં હોય અને વેરહાઉસ અન્‍ય રાજ્‍યમાં હોય તો ત્‍યાં પણ (અન્‍ય રાજ્‍યમાં) પણ રજિસ્‍ટ્રેશન મેળવવું જરૂરી છે.

દિલ્‍હી કિરાણા સમિતિ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે સીબીઆઇ સીએ આ સ્‍પષ્ટતા કરી છે. એવી રજુઆત થઈ હતી કે, પ્રાથમિક ચિંતા વેપારી પેઢી કે જેની મુખ્‍ય ધંધાનું સ્‍થળ દિલ્‍હી હોય તેને હરિયાણાથી પણ જીએસટી રજિસ્‍ટ્રેશન કરાવવું પડે છે,હરિયાણાના કોલ્‍ડ સ્‍ટોરેજમાં ચીજ વસ્‍તુઓનો સંગ્રહ થાય છે, અહીંથી થર્ડ પાટી દ્વારા ચીજ વસ્‍તુ દેશભરમાં મોકલવામાં આવે છે.

આ સંદર્ભમાં જણાવાયું હતુંકે, સીજીએસટી એક્‍ટ ૨૦૧૭ મુજબ દરેક વ્‍યક્‍તિ કે જે ટેક્‍સેબલ સપ્‍લાય જે રાજ્‍યમાંથી કરે છે તે રાજ્‍યમાં તેને રજિસ્‍ટ્રેશન કરાવવું પડે.નક્કી કરેલી મુક્‍તિ મર્યાદા કરતાં વધુ ટર્ન ઓવર આ વેપારીનું હોય તે સંજોગોમાં આ

જરૂરી છે. બીજી બાજુ હરિયાણામાં કે જ્‍યાં માલનો સંગ્રહ અને રવાનગી થાય છે તે સ્‍થળ પણ વેપારના સ્‍થળ તરીકે ગણાય અને ત્‍યાંથી ટેક્‍સેબલ સપ્‍લાય થાય છે. એ હકીકત છે કે, કોલ્‍ડ સ્‍ટોરેજ કે જે થર્ડ પાર્ટી દ્વારા સંચાલિત હોય તે સપ્‍લાયના મૂળ સ્‍થળ તરીકેની

કાનૂની સ્‍થિતિને બદલી શકતું નથી. આથી ૧૧ આવા કિસ્‍સાઓમાં લેપારી પેઢીઓ એ હરિયાણામાંથી પણ રજિસ્‍ટ્રેશન મેળવવું જરૂરી છે.(

(9:27 AM IST)