<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

પાકિસ્‍તાનમાં ધાર્મિક જૂથના કટ્ટરવાદી નેતા અને અહલે સુન્નત વલ જમાત (એ.એસ.ડબ્‍લ્‍યુ.જે)ના મુખિયાને અજાણ્‍યા બંદૂકધારીઓએ ગોળી મારી હત્‍યા કરી

પાકિસ્‍તાનમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્‍યા બંદૂકધારીઓ દ્વારા ધાર્મિક અને સૈન્‍ય સંબંધિત કટ્ટરવાદી નેતાઓને નિશાન બનાવવાની અને તેમની હત્‍યા કરવાની ઘટનાઓ સતત વધી રહી છે

કરાચી, તા.૧૦: પાકિસ્‍તાનના કરાચીમાં સુન્ની કટ્ટરવાદી અને પ્રતિબંધિત સંગઠન અહલે સુન્નત વલ જમાત (એ.એસ.ડબ્‍લ્‍યુ.જે.) ના એક સ્‍થાનિક પ્રમુખ કારી અબ્‍દુલ રહેમાનની અજાણ્‍યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્‍યા કરી દીધી હતી. આ ઘટનાને લક્ષિત હુમલો (ટાર્ગેટેડ એટેક) ગણવામાં આવી રહ્યો છે, જેના કારણે દેશમાં સાંપ્રદાયિક તણાવ વધવાની આશંકા છે. આ કિલિંગની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.

વિગતવાર જોઈએ તો પાકિસ્‍તાનના કરાચી શહેરના ક્‍વાઇદાબાદ વિસ્‍તારમાં પ્રતિબંધિત ધાર્મિકપ્રરાજકીય જૂથ અહલે સુન્નત વલ જમાત (એ.એસ.ડબ્‍લ્‍યુ.જે.) ના એક સ્‍થાનિક નેતાને લક્ષિત હુમલામાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

પોલીસ અને પાર્ટીના અધિકારીઓએ આપેલા અહેવાલો મુજબ, એ.એસ.ડબ્‍લ્‍યુ.જે. ના શેરપાઓ જૂથના સ્‍થાનિક પ્રમુખ કારી અબ્‍દુલ રહેમાન અને તેમના પિતા ગુલ રહેમાન રવિવારની સાંજે શેરપાઓ કોલોનીમાં તેમની દુકાન પર હાજર હતા. આ દરમિયાન, મોટરસાયકલ પર સવાર અજાણ્‍યા હુમલાખોરો ત્‍યાં પહોંચ્‍યા હતા. તેમાંથી એક શખ્‍સે બાઇક પરથી ઉતરીને પિતાપ્રપુત્ર પર ગોળીબાર કર્યો હતો અને તેના સાથી સાથે ઘટનાસ્‍થળેથી ફરાર થઈ ગયો હતો.

ગંભીર રીતે ઘાયલ થયેલા કારી અબ્‍દુલ રહેમાન અને તેમના પિતાને જિન્નાહ પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ મેડિકલ સેન્‍ટર (જે.પી.એમ.સી.) માં લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં કારી અબ્‍દુલ રહેમાનને મળત જાહેર કરવામાં આવ્‍યા હતા, જ્‍યારે તેમના પિતાની સારવાર ચાલી રહી છે.

પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે મળતક પ્રતિબંધિત એ.એસ.ડબ્‍લ્‍યુ.જે. સાથે સંકળાયેલા હતા અને આ એક ટાર્ગેટ એટેક હોવાનું જણાય છે, જે સાંપ્રદાયિક હિંસાના સંદર્ભમાં કરવામાં આવ્‍યો હોઈ શકે છે.

એ.એસ.ડબ્‍લ્‍યુ.જે. એ સિપાહ-એ-સહાબા પાકિસ્‍તાન (એસ.એસ.પી.) નું જ એક નામ છે અને તે પાકિસ્‍તાનમાં શિયા વિરોધી કટ્ટરવાદ માટે જાણીતું છે. પાકિસ્‍તાનમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્‍યા બંદૂકધારીઓ દ્વારા ધાર્મિક અને સૈન્‍ય સંબંધિત કટ્ટરવાદી નેતાઓને નિશાન બનાવવાની અને તેમની હત્‍યા કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. આ ઘટનાને પણ આતંકવાદની કાર્યવાહી ગણાવીને એ.એસ.ડબ્‍લ્‍યુ.જે. દ્વારા તેની સખત નિંદા કરવામાં આવી છે.

(10:44 AM IST)