<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સોમનાથ હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ભાવભીનું સ્વાગત

પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા

 

 

 

 

વેરાવળ::રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સોમનાથ ખાતે આવી પહોંચતા ત્રિવેણી હેલિપોર્ટ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હેલિપોર્ટ ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.( તસવીર-અહેવાલ: દીપક કક્કડ-વેરાવળ)

 

(2:02 PM IST)