News of Friday, 10th October 2025
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સાસણ ગીર હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું : જુઓ વિડિઓ
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકાર્યાં

જૂનાગઢ: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે છે. શ્રી સોમનાથ મહાદેવના દર્શન બાદ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું જૂનાગઢ જિલ્લાના સાસણ નજીકના ભાલછેલ હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાસણ ગીરની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવકુમાર, વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડો. એ.પી. સિંઘ, કલેકટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી સ્વાગત કર્યું હતું.(વિનુ જોશી અકિલા જુનાગઢ )
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
