<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા યુજીસી નેટ ડિસેમ્બર પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ : લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને આજથી પરીક્ષા માટે અરજી કરી શકાશે

અરજી કરવાની છેલ્લી તારીખ 7 નવેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારો 10 થી 12 નવેમ્બર 2025 ની વચ્ચે અરજીમાં સુધારો કરી શકશે,અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે

નવી દિલ્હી તા.૧૦ : રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા યુજીસી નેટ ડિસેમ્બર પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને આજથી પરીક્ષા માટે અરજી કરી શકે છે. યોગ્ય ઉમેદવારો 7 નવેમ્બર 2025 સુધી યુજીસી નેટ પરીક્ષા માટે અરજી કરી શકે છે. જાણો કેવી રીતે ફોર્મ ભરવું.

યુજીસી નેટ ડિસેમ્બર પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 7 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 નવેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમેદવારો 10 થી 12 નવેમ્બર 2025 ની વચ્ચે અરજીમાં સુધારો કરી શકશે. અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. ઉમેદવારો પીએચડી, આસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે અરજી કરી શકે છે.

યુજીસી નેટ ડિસેમ્બર પરીક્ષામાં અરજી કરવા માટે રજિસ્ટ્રેશન ફી કેટેગરી વાઇઝ (વર્ગ મુજબ) નક્કી કરવામાં આવી છે.

સામાન્ય (General) ઉમેદવારો માટે અરજી ફી: 1150

EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી: ર600

SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી: 325

આ લીંક પર ક્લિક કરીને ફોર્મ ભરી શકશો - Net Exam Dec 2025

UGC NET December 2025 Registration Process

યુજીસી નેટ ડિસેમ્બર પરીક્ષામાં અરજી કરવા માટે ઉમેદવારોએ અહીં જણાવેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પર મુલાકાત લો.

વેબસાઇટના હોમપેજ પર “UGC NET December 2025 Registration” લિંક પર ક્લિક કરો.

વ્યક્તિગત માહિતી દાખલ કરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

શૈક્ષણિક દસ્તાવેજો અને એપ્લિકેશન ફીની ચુકવણી કરો.

ફોર્મ સબમિટ કરતા પહેલા દાખલ કરેલી તમામ માહિતીને ધ્યાનથી વાંચી લો.

અંતે ફોર્મ સબમિટ કર્યા પછી તેની એક પ્રિન્ટ આઉટ પણ અવશ્ય કાઢી લો.

 

UGC NET December 2025 Exam Pattern

 

પરીક્ષામાં ઉમેદવારોને બે પેપરમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. બંને પેપર માટે ત્રણ કલાકનો સમય રહેશે.

(5:06 PM IST)