નાઇજિરિયન ડ્રગ કાર્ટેલ માટે હવાલા ઓપરેટરની મુંબઈમાંથી ધરપકડ
ધરપકડ કરાયેલ વ્યક્તિ પાસેથી મોટી માત્રામાં વિદેશી ચલણ, લેપટોપ અને કેટલાક ગુપ્ત દસ્તાવેજો જપ્ત

મુંબઈ: ડ્રગ્સની હેરાફેરીથી મળેલા નાણાંનું કાળું નાણું ધોળવાના એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈ પોલીસે એન્ટી નાર્કોટિક્સ સેલ સાથે મળીને એક સંયુક્ત ઓપરેશનમાં નાઇજિરિયન ડ્રગ કાર્ટેલ માટે કામ કરતા મુખ્ય હવાલા ઓપરેટરની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેટર મુંબઈ અને દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં ડ્રગ્સના વેચાણથી થતા કરોડો રૂપિયાના નાણાંને ગેરકાયદેસર રીતે હવાલા મારફતે વિદેશમાં મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.
ધરપકડ કરાયેલ વ્યક્તિ પાસેથી મોટી માત્રામાં વિદેશી ચલણ, લેપટોપ અને કેટલાક ગુપ્ત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, જે હવાલા નેટવર્કની ઊંડી માહિતી પૂરી પાડે છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પશ્ચિમ એશિયા અને આફ્રિકન દેશોમાં પણ સક્રિય હતું. સુરક્ષા એજન્સીઓ હવે આ ઓપરેટરના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંપર્કોની વધુ તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
