<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ઘરેથી બનાવેલું ભોજન ટ્રેનમાં લઈ જશો વારો ચડી જશેઃ થશે મોટો દંડ

ભારતીય રેલવેએ યાત્રીઓને અપીલ કરી છે કે સ્‍ટેશન પરિસરમાં સ્‍વચ્‍છતા બનાવી રાખવામાં મદદ કરે, ખુલ્‍લામાં થૂંકવું અથવા ધૂમ્રપાન કરવા જેવી આદતથી દૂર રહો

નવી દિલ્‍હી તા.૧૧: ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકો ઘરેથી બનાવેલું ભોજન લઈ જવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકો આઈઆરસીટીસી અથવા વેન્‍ડરો પાસેથી ખાવાનું નથી લેતા. આવા તમામ લોકો જે ઘરેથી ખાવાનું લઈ જાય છે, તેમને આ કામ ભારે પડી શકે છે. તેમને દંડ પણ ભરવો પડે છે અને ઘણી વાર આજુબાજુમાં બેઠેલા લોકો પાસે નજર પણ નથી મિલાવી શકતા. આવા યાત્રીઓ આખી જિદગી આ મુસાફરી ભૂલી શકતા નથી.

હકિકતમાં ટ્રેનના કોચના રંગ અને ડિઝાઇનના પણ અલગ અલગ અર્થ હોય છે. કોચનો રંગ અને ડિઝાઇન તેમની વિશેષતાને ધ્‍યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. રેલવે વિવિધ ટ્રેનોમાં વિવિધ રંગોના કોચનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત કોચનો રંગ આપણને ટ્રેનની સ્‍પિડ વિશે પણ જણાવે છે. વિવિધ રંગો ટ્રેનને ઓળખવામાં સરળતા આપે છે. ઉદાહરણ તરીકે, શતાબ્‍દી અને રાજધાની એક્‍સપ્રેસ ટ્રેનોમાં મોટાભાગે લાલ રંગના કોચ જોવા મળે છે. રંગો કોચ ક્‍યાં છે તે ઓળખ આપવાની સાથે તેમની ગુણવત્તા વિશે પણ જણાવે છે.

ભારતીય રેલવે ટ્રેનને સ્‍વચ્‍છ રાખવાના પ્રયાસો કરી રહ્યું છે. તેના માટે અભિયાન પણ ચલાવવામાં આવે છે. ટ્રેનો અને સ્‍ટેશનોમાં ગંદકી ફેલાવનારા અને ધૂમ્રપાન કરનારા વિરુદ્ધ વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

 ઉત્તર મધ્‍ય રેલવેના ઝાંસી ડિવિઝન સપ્‍ટેમ્‍બર મહિનાથી ૫૧૧૩ યાત્રીઓ પર ગંદકી ફેલાવવા અને ધૂમ્રપાન કરવા પર કાર્યવાહી કરી છે. આ અત્‍યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. આ યાત્રીઓ પાસેથી ૧૦,૨૬,૬૭૦ રૂપિયાની રેકોર્ડ પેનલ્‍ટી વસૂલ કરવામાં આવી છે. આવી જ રીતે તમામ ડિવિઝનોમાં કાર્યવાહી ચાલી રહી છે.

આ અભિયાનમાં કેટલાય એવા યાત્રીઓ પકડાયા છે, જે ઘરેથી ખાવાનું લઈને આવતા હોય છે. પણ ભોજન કર્યા બાદ જ્‍યારે ખાવાનું બચી જાય તો ટ્રેન અથવા સ્‍ટેશન પર ફેંકી દેતા હોય છે, જેનાથી ગંદકી ફેલાતી હોય છે. રેલવે સ્‍ટાફ આવા લોકોને પકડે ત્‍યારે લોકો અલગ અલગ દલીલો આપતા હોય છે, બહાના બનાવતા હોય છે. પણ સ્‍વચ્‍છતા જાળવવા માટે આવા લોકો પર કાર્યવાહી થતી હોય છે. ગંદકી અથવા ધૂમ્રપાનના કારણે યાત્રીઓ પર દંડ લગાવવામાં આવે છે.

રેલવેના જણાવ્‍યા અનુસાર, ગંદકીના કારણે સ્‍ટેશનોની સુંદરતા અને સફાઈ પ્રભાવિત થાય છે. સાથે જ સ્‍વાસ્‍થ્‍ય પર પણ અસર પડે છે. પ્‍લેટફોર્મ ગંદા, ખુલ્‍લામાં થૂંકવું, ગંદા શૌચાલય, આમ તેમ ફેંકેલો કચરો અને વધેલું ભોજન નાખવાથી દુર્ગંધ ફેલાતી હોય છે અને સંક્રમણ ફેલાવાનો પણ ડર રહે છે. યાત્રીઓની આવી હરકતથી ભારતીય રેલવેની છબિ ખરાબ થાય છે. એટલા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

રેલવેના જણાવ્‍યા અનુસાર, ગંદકીના કારણે સ્‍ટેશનોની સુંદરતા અને સફાઈ પ્રભાવિત થાય છે. સાથે જ સ્‍વાસ્‍થ્‍ય પર પણ અસર પડે છે. પ્‍લેટફોર્મ ગંદા, ખુલ્‍લામાં થૂંકવું, ગંદા શૌચાલય, આમ તેમ ફેંકેલો કચરો અને વધેલું ભોજન નાખવાથી દુર્ગંધ ફેલાતી હોય છે અને સંક્રમણ ફેલાવાનો પણ ડર રહે છે. યાત્રીઓની આવી હરકતથી ભારતીય રેલવેની છબિ ખરાબ થાય છે. એટલા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ભારતીય રેલવેએ યાત્રીઓને અપીલ કરી છે કે સ્‍ટેશન પરિસરમાં સ્‍વચ્‍છતા બનાવી રાખવામાં મદદ કરે, ખુલ્‍લામાં થૂંકવું અથવા ધૂમ્રપાન કરવા જેવી આદતથી દૂર રહો. રેલવે દ્વારા આવા અભિયાન આગળ પણ ચલાવવામાં આવશે અને નિયમોનું ઉલ્‍લંઘન કરનારા મુસાફરો પર કડક કાર્યવાહી પણ થશે.(૩૮.૧૦)

(10:02 AM IST)