News of Saturday, 11th October 2025
જિંદાલ સ્ટેનલેસે ગુજરાતમાં ટેકનિકલ સોલ્ટ ટિપર ટ્રેલરનું અનાવરણ કર્યું

મુંબઇ તા.૧૧: ભારતના લીડિગ સ્ટેનલેસ સ્ટીલ મેન્યુફેક્ચરર, જિદાલ સ્ટેનલેસે ભારતની સોલ્ટ ઈન્ડસ્ટ્રી (મીઠા ઉદ્યોગ) નું દિલ ગણાતા એવા ગુજરાતમાં એક ટેકનિકલ કોન્ક્લેવ દરમિયાન સોલ્ટ ટિપર ટ્રેલરનું અનાવરણ કર્યું છે. સોલ્ટ ટ્રેલરમાં સ્ટેનલેસ સ્ટીલનું ઈન્ટિગ્રેશન સોલ્ટ લોજાિસ્ટિક પ્લેયર્સ માટે કાટ, લોઅર ડ્યુરેબલિટી, શોર્ટ લાઈફસ્પેન અને હાઈ મેન્ટેનન્સ કોસ્ટ જેવા લાંબા સમયથી ચાલતા પડકારોને સંબોધે છે. આ તેમને લાઈટ વેઈટ, કાટ-પ્રતિરોધક, એનર્જી એફિશિયન્ટ અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
કંપનીએ ટ્રેલર બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલના એડવાન્સ્ડ ૩૦૪ અને JT (BIS ૬૯૧૧ સ્પેસિફિકેશન્સ મુજબ ફ૭) ગ્રેડનો ઉપયોગ કર્યો છે, જે તેમના શ્રેષ્ઠ કાટ પ્રતિકાર, ફાયર રેઝિસ્ટન્સ અને હાયર સ્ટ્રેન્થ અને એક્સિલન્ટ ઈમ્પેક્ટ માટે જાણિતા છે. આ એપ્લિકેશન માટે વપરાતા ટ્રેડિશનલ મટિરિયલ્સને ૩-૪ વર્ષમાં કાટ લાગી જાય છે, જેના કારણે ઓપરેશનલ ડાઉનટાઇમ અને હાઈ રિપેર કોસ્ટ આવે છે. તેનાથી વિપરીત, સ્ટેનલેસ સ્ટીલ ટ્રેલર્સ લગભગ ૨૫% વજન ઘટાડી શકે છે, જે અન્ય પરિબળોની સાથે ૧૦ વર્ષમાં લગભગ ૨૫-૩૦ લાખ રૂપિયાની કોસ્ટ સેવિગ્સ અને લગભગ ૧૫-૨૦ વર્ષનું એક્સપેક્ટેડ લાઈફ સ્પેન લાવી શકે છે.
આ લોન્ચ એક સક્સેસફુલ પાયલોટ પ્રોજેક્ટને આધારિત છે. જેથી કરીને હવે જિદાલ સ્ટેનલેસના ટિપર ટ્રેલર્સે પહેલાથી જ સ્ટ્રોન્ગ માર્કેટ ઈન્ટરેસ્ટ આકર્ષિત કર્યું છે. ગુજરાત અને રાજસ્થાનનાં લીડિગ ફલીટ અને ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ તેમના સંયુક્ત કાફલામાં ડિપ્લોયમેન્ટ માટે ટ્રેલર્સનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
