News of Saturday, 11th October 2025
વિચિત્ર કિસ્સોઃ પુરુષેસ્ત્રીઓના કપડાં પહેરી પોતાના મિત્ર માટે કરવા ચોથનું વ્રત રાખ્યું
વિનોદે પરંપરાગત વિધિથી પહેલા ચાંદ જોયો અને પછી ચાળણીથી પોતાના દોસ્ત ગિરીશનો ચહેરો જોયો. ગિરીશે કરવાથી પાણી પીવડાવી વ્રત ખોલાવ્યું હતું

ભિડ (મધ્ય પ્રદેશ) તા.૧૧: પ્રેમ અને દોસ્તીની કોઈ વ્યાખ્યા નક્કી નથી હોતી, તેનું જીવંત ઉદાહરણ મધ્ય પ્રદેશના ભિડમાંથી જોવા મળ્યું. જ્યાં બે મિત્રોએ કરવા ચોથને અનોખા અંદાજમાં મનાવ્યું હતું. Love Beyond GenderÓ, ÒKarwa Chauth 2025 Viral VideoÓ, ÒBhind Friends Celebration જેવા શબ્દો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે, કેમ કે આ વખતે તહેવાર ખાલી પતિ-પત્ની સુધી મર્યાદિત નથી રહ્યા. ભિડ પોલીસે પણ વીડિયોની પુષ્ટિ કરી છે અને કહ્યું કે આ ઘટના શાંતિપૂર્વક થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પહેલી વાર છે, જ્યારે કોઈએ ભિડ જિલ્લામાં આટલી અનોખી રીતે કરવા ચોથ મનાવી હોય.
આ આખી ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર #KarwaChauthViral, #BhindViralVide, અને LoveBeyondGender ટેગ સાથે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે જેવું વિનોદ ચાળણી લઈને ચહેરો જુએ છે, ભીડ તાળીઓ વગાડવા લાગે છે. કેટલાય યુઝર્સે લખ્યું કે આ છે દોસ્તીની અસલી પૂજા. સદર બજાર ચોક પર રાતમાં જ્યારે ટ્રાફિક જામ થયો, લોકોની નજર એક બાઈક સવાર કપલ પર પડી. નજીક જઈને જોયું બધા ચોંકી ગયા. લહેંગા, ચુંદડી અને સજાવેલી થાળી લઈને યુવક જે હતો તેનું નામ વિનોદ શર્મા હતું. જે પોતાના મિત્ર ગિરીશ શર્મા માટે કરવા ચોથનું વ્રત રાખે છે.
વિનોદે પરંપરાગત વિધિથી પહેલા ચાંદ જોયો અને પછી ચાળણીથી પોતાના દોસ્ત ગિરીશનો ચહેરો જોયો. ગિરીશે કરવાથી પાણી પીવડાવી વ્રત ખોલાવ્યું હતું. આ દ્રશ્ય જોઈ લોકોએ તાળીઓ પાડી. અને ત્યાં હાજર કેટલાય લોકોએ તેને દોસ્તીનું સૌથી સુંદર રૂપ ગણાવ્યું. વિનોદનું કહેવું હતું કે પ્રેમ અથવા પોતાનાપણા માટે કોઈ જેન્ડર મહત્ત્વ નથી ધરાવતું. આ વ્રત મારા દોસ્ત માટે નિસ્વાર્થ પ્રેમ અને સન્માનનું પ્રતીક છે. તેમણે આગળ કહ્યું કે, લહેંગો પહેરવાનો વિચાર ગિરીશનો હતો, જેથી લોકો દોસ્તીમાં સમાનતા અને સન્માનનો મેસેજ મળે.(૩૮.૨)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
